________________
આચાર્ય ભગવંતને કરેલો નમસ્કાર પંચાચાર લાવે. શ્રી તીર્થંકર પ્રભુની ગેરહાજરીમાં સૌથી વધારે ઉપકારી શ્રી આચાર્ય ભગવાન પ્રણિધાન, પ્રવૃત્તિ, વિદનજય કર્યા પછી જે ગુણોની સિદ્ધિ કરે છે તેનો વિનિયોગ સાહજિક રીતે થતો હોય છે. ગુણોનું હસ્તાંતર થતાં સંસારનો ઉચ્છેદ સહજ બને છે. મંત્રનું રહસ્ય એ છે કે મંત્રોના અર્થમાં ન જવાય. અનર્થદા: મંત્રાઃ | માત્ર મંત્રની નાવમાં ડુબવાનું છે તેથી સંસારસાગરને સુખેથી કરી શકાય છે. વિષમવિષહર - આપાતરમણીય સંસાર વિપાકે દારૂણ છે. તેના પરિણામ કટુ છે, વિષમ છે તેનું હરણ કરનાર શ્રી ઉપાધ્યાય ભગવંતો છે જેઓ પ્રભુની વાણીને પોતાનામાં ધારી રાખે છે અને માટે જ તેમને સંસાર સ્પર્શતો નથી અને તેમના સાંનિધ્યમાં આવનારના કટુ ઝેર પણ પોતે ઉતારીને સાધકને મોક્ષનું પાથેય આપે છે. કર્મનિર્મુલમંત્ર - સાધુનું કામ સંસારનો ઉચ્છેદ કરવાનું છે. All problems are problems of seperation. Camusan sert છે. ભક્તને સમાધાન છે. ભક્ત બનવામાં વિરહનું મુખ્ય કારણ શું છે? વિલંબ શેનો છે? આપણને સ્વતંત્ર દેહનું અસ્તિત્વ ટકાવવું છે એ જ વિલંબનું કારણ છે. પ્રભુ કહે છે, તું મારામાં ભળી જા, મારે સ્વરૂપનું દાન કરવું છે. શરીરનો રાગ એ જ મોટી તકલીફ છે. તેના કારણે ઈન્દ્રિયો અને વિષયો તમને ઘેરી વળ્યા છે. અને રોગ દુઃખ, અસમાધિ લમણે ઝીંકાય છે. જેને પરમ (આત્મ) તત્ત્વમાં શ્રદ્ધા છે તેને રોગ નથી અને રોગ છે તેને આત્મતત્ત્વમાં શ્રદ્ધા નથી. If god is real there is no pain and if pain is real there is no god. રોગ તો જીવે દેહાસક્ત બનીને સ્વીકારેલો છે. Spiritual healing ની વાત પરદેશમાં પણ વેગ પકડી રહી છે.
૧ ૨
મન્ત્ર સંસાર સાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org