________________
આદિના શિલ્પો મૂકવા જોઈએ તેની નીચે તેઓના નામ પણ લખી લેવા જોઈએ. પ્રાચીન મંદિરોમાં જૈન મંદિરની ઓળખ સ્વરૂપે પધ્ધશિલા અવશ્ય થતી. રંગમંડપની ઉપરના ઘુમ્મટમાં જે ઝુમ્મર, ચાવી જેવું હોય છે તેને પદ્મશિલા કહે છે. આવા કેટલાક વિશિષ્ટ સ્વરૂપો જૈન મંદિરોમાં નિયતરૂપે કરવા જોઈએ.
જ્યારે કોઈ વિશિષ્ટ તીર્થસ્વરૂપનું મંદિર હોય ત્યાં તો જે તે મૂળનાયક ભગવાનના ચોક્કસ પ્રાસાદની રચના કરાવવી જોઈએ. એ મંદિરના શિખર પરના અંડક પરથી પણ તે પ્રાસાદ જૈનોનો છે એવું જાણી શકાય છે તથા એ ક્યા ભગવાનનો છે એ પણ જાણી શકાય છે. આમ, મંદિર નિર્માણમાં તથા પ્રતિષ્ઠાના - 132
-
Jain Education Internationaor Personal & Private Use Onlyww.jainelibrary.org