________________
(૯૯) હરિ વસે હરિના જનમાં, તમે શું કરશો જઈ વનમાં રે. ભેખ ધરીને તમે શીદ ભટકો છો ? પ્રભુ નથી વન કે અરણમાં રે. કાશી જાઓ ને તમે ગંગાજી નહાવો, પ્રભુ નથી પાણી પવનમાં રે.. જોગ કરો ને ભલે યજ્ઞ કરાવો પ્રભુ નથી હોમ હવનમાં રે. સાધુની સંગે ને ભક્તિ અંગે અંગે, નિર્મળ ભાવોની ભજના રે. દેહમાં જાગે ને વિશ્વમાં વ્યાપે, જ્ઞાન ગુણે ઊભરાતો રે. બાઈ મીરાં કહે ગિરિધરનગર, હરિ વસે હરિના જનમાં રે.
*
*
*
(100)
રામ કહો રહેમાન કહો કોઉ, કાન કહો મહાદેવરી; પારસનાથ કહો કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી. રામ. ૧ ભાજન ભેદ કહાવત નાના, એક કૃતિકા રૂપરી; તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી. રામ. ૨ નિજપદ રમે રામ સો કહિયે, રહિમ કરે રહેમાનરી; ક્રશ કરમ કાન સો કહિયે, મહાદેવ નિવાણરી. રામ. ૩ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મરી; ઇહ વિધ સાધો આપ આનંદઘન ચેતનમય નિઃકર્મરી. રામ. ૪
*
*
*
(૬૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org