________________
(૭૧) અમી ભરેલાં એ નયન, હેત ભીનું એ વદન, યાદ આવે આજ, ક્યાં છો તે ગુરુ રાયચંદ ?? ક્યાં છો તે આનંદઘન, પ્રેમમૂર્તિ રાજ;
અમી ભરેલાં...
ધન્ય તે નગરી પ્રભુ, જ્યાં આપ વિચરતા હશો, ભવિક જનને તારવાં પ્રભુ દેશના દેતા હશો, હું અભાગી છું અહીં, સૂણવા ઝંખું તારો સાદ, દીનવત્સલ રાજ, ક્યાં છો તે ગુરુ રાયચંદ ?? ક્યાં છો તે આનંદઘન, પ્રેમમૂર્તિ રાજ;
સુપ્રભાતે શિષ્યો તારાં ચરણ સ્પર્શને પામતાં, તારી મીઠી છાંયડીમાં આત્મ કારજ સાધતાં, વિરહ મારે માથે લખ્યો, મિલનનું નહી કોઈ એંધાણ, સદ્ગુરુ રાજ, ક્યાં છો તે ગુરુ રાયચંદ ?? ક્યાં છો તે આનંદઘન, પ્રેમમૂર્તિ રાજ;
અશ્રુભીની આંખમાં યાદી ઝરે છે આપની, વીર પંથે ડગ માંડ્યો, તો પકડી આંગળી આપની, સત્સંગના એ પ્રસંગ, લાગ્યો જે સમકિત રંગ, મનડું ભીંજવે આજ,
ક્યાં છો તે ગુરુ રાયચંદ ?? ક્યાં છો તે આનંદઘન પ્રેમમૂર્તિ રાજ; તે દીધેલું સહુને દઈને, તાહરી પૂજા કરું, જલકમલવત્ અહીં રહીં હું ભકિત પુષ્પ તને ધરું, એક તારો મારો ગુંજે મીઠો તુંહી તુંહી એક નામ, તુજને કોટી પ્રણામ, ક્યાં છો તે ગુરુ રાયચંદ?? ક્યાં છો હે આનંદઘન, યાદ આવે રાજ.
*
*
*
-
--૪૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org