________________
(૬૭) હે ! મારા ઘટમાં બિરાજતા, આદિશ્વરા, મહાવીરા, શંખેશ્વરા, તમને સમયથી દાદા મારી તૃષ્ણા રે ટળી, મને ભવના ફેરાથી જાણે મુક્તિ રે મળી, મારી ભક્તિ રે ફળી.. મારા ઘટમાં... મેં તો અરિહંત સેવા કેરો મારગ લીધો, મેં તો વીર પ્રભુની ભક્તિ કેરો પ્યાલો રે પીધો, મારા રૂંવે રૂંવે રે એનો અમલ ચડ્યો, મારા અંતરે અડ્યો... મારા ઘટમાં....... હે ! માતા ત્રિશલાના જાયા હું તો વારી રે વારી, તમે ચંદનબાળાને નાથ લીધી ઉગારી, તમે ઓછું બોલ્યા ને જાનું આચર્યા સ્વામી, કોઈની જોઈના ખામી... મારા ઘટમાં..... હે ! રૂડી તીર્થંકરની પ્રીત જિન શાસનની રીત, રટો નવકાર મંત્ર તો થાશે જગમાં સૌની જીત, મને અસૂરી વેળાનો થાક લાગે રે જયારે, પ્રભુ આવજો ત્યારે.... મારા ઘટમાં... અમે જૈન થયાને ફેરો સફળ થયો, હવે, લખ રે ચોરાશીનો ભય રે ગયો, હું તો દિવસ ને રાત પ્રભુ ચરણો સેવું, તારા શરણે રહું.. મારા ઘટમાં... જય જય આદિશ્વર બોલો..... જય જય વીર પ્રભુ બોલો...
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org