________________
(૩૬) મને વ્હાલા શ્રી રાજ એવા, ગોપીજનને ગિરિધર જેવા. મને જેવો ચન્દ્ર ચકોરીને લાગે છે પ્યારો, જેવો દીપક પતંગિયાને છે પ્રાણ પ્યારો; જેવું ઝૂરે છે મીન જળના વિયોગમાં, મારો જીવ ઝૂરે છે એવો તમારા વિના; જેવું ઝૂરે છે બાળક માતા વિના, મારો જીવ ઝૂરે પ્રભુ તમારા વિના; મને વ્હાલા થાઓ શ્રી રાજ એવા, જાનકીને રઘુરાય જેવા. મને ૧ જેવું ચાતક રીઝે સ્વાતિ બિંદુ થકી, મારું હૈયું રીઝે રાજ સિંધુ થકી; જેવી ચંદાને જોઈ કુમુદિની ખીલે, મારો આતમ મારાં સ્વરૂપે ઝીલે; જેવી ગંગા સમાઈ જઈ સાગર મહીં, મારી પ્રીતિ વહો તમારા ચરણો મહીં; મને વ્હાલા થાઓ શ્રી રાજ એવા, લઘુરાજને શ્રી રાયચન્દ્ર જેવા. મને ૨ જેવી મુરલી સુણે શ્યામની રાધિકા, એવી પ્રેમે ઝીલું શ્રી રાજ વચનસુધા; જેવા મુનિ શાંત રહેતા સ્વરૂપ મહીં, મારું મન શાંત હો તમારા રૂપ મહીં; વ્હાલી તમને સ્વરૂપ સમાધિ પ્રભુ ! એવી વહાલપ થકી તમારા ચરણે રહું; મને વ્હાલા થાઓ શ્રી રાજ એવા, ગૌતમને શ્રી મહાવીર જેવા. મને ૩
*
*
*
(૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org