________________
(૧૯) પરકમ્મા કરીને લાગું પાય રે, સદ્ગુરુજી મારા, તમો મળ્યાથી મહા સુખ થાય રે, વિશ્વભર વા'લા. ૧
ભટકી ભટકીને આવ્યો શરણે રે, સદ્ગુરુજી મારા; રાખો તમારે ચરણે રે, વિશ્વભર વા'લા. ર.
દીનબંધુ દીન પ્રતિપાળ રે, સદ્ગુરુજી મારા; હું છું અજ્ઞાની નાનું બાળ રે, વિશ્વભર વા'લા. ૩
નજરો કરો તો લીલા નીરખું રે, સદ્ગુરુજી મારા; હૃદયકમળમાં ઘણું હરખું રે, વિશ્વભર વા'લા. ૪.
માયાના બંધથી છોડાવો રે, સદ્ગુરુજી મારા; ભક્તિના ભેદ બતાવો રે, વિશ્વભર વા'લા. ૫
- ત્રિવિધ તાપ શમાવો રે, સદ્ગુરુજી મારા; ભવસાગર પાર ઉતારો રે, વિશ્વભર વા'લા. ૬
તૃષ્ણાના પૂરમાં તણાયો રે, સદ્ગુરુજી મારા; બૂડતાં બાંય મારી ગ્રાહો રે, વિશ્વભર વા'લા.
૭
કામી ક્રોધી ને લોભી જાણી રે, સદ્ગુરુજી મારા; દાસ સર્વને લેજો તારી રે, વિશ્વભર વા'લા. ૮
*
*
*
(૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org