________________
તારાં નયણે અમીરસ ઝરતાં રે, અમી ઝરતાં રે; તમે છાંટો રે કૃપાળુ, અમી છાંટણાં.
અમીરસ તારા ગંગા જમના ને, નહાતાં પાવન કરનારા; એ તો સ્વર્ગ તણાં સુખ આપતાં રે, દુઃખ કાપતાં રે. તમે, ૧
અમીરસ તારા માં ના દૂધડિયાની, વહેતી અમૃતની ધારા; એવા અમૃતનાં પાન કરાવતાં રે, મને ભાવતાં રે. તમે, ૨
અમીરસ તારા પાન કર્યેથી, થાય કંચનવર્ણ કાયા; એ તો ત્રિવિધના તાપને હરતાં રે, ભય ભાંગતાં રે. તમે ૩
અમીરસ તારા ચોરાસી લક્ષના, ફેરાને ટાળવાવાળા મારાં જન્મ-મરણ દુઃખ કાપતાં રે, સુખ આપતાં રે. તમે, ૪
અમીરસ તારા ભકતજનોને, ખોળે રમાડી પાયા; એવા અમીરસ આશિષ આપજો રે, તમે તારજો રે. તમે, ૫
*
*
*
(૧૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org