________________
* દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાના દુહા * મેરુશિખર નવરાવે હો, સુરપતિ મેરુશિખર નવરાવે, જન્મકાળ જિનવરજીક જાણી પંચરૂપ કરી આવે;
સુરપતિ મેરુશિખર નવરાવે. ૧ રત્ન પ્રમુખ અડ જાતિના કળશ, ઔષધિ ચૂરણ મિલાવે, ખીર સમુદ્ર તીર્થોદિક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે;
સુરપતિ મેરુશિખર નવરાવે. ૨ એણી પેરે જિન પ્રતિમાકો નવલ કરી બોધિબીજમાનું વાવે, અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે;
સુરપતિ મેરુશિખર નવરાવે. ૩
* પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાના દુહા * જલપૂજા જુગત કરો, મેલ અનાદિ વિનાશ; જલપૂજા ફળ મુજ હોજો, માગો એમ પ્રભુ પાસે. ૧ જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર; શ્રી જિનને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર. ૨
* * *
* ચંદન કેસર (બ્રાસ)ની પૂજા કરતાં બોલવાનો દુહો * શીતળ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ; આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ !
(૧૪૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org