________________
--
(૧૮૯) મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે;
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્થ રહે... મૈત્રી. ૧ |
દીન, કૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે... મૈત્રી, ૨
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું... મૈત્રી, ૩
ચંદ્ર-પ્રભુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરનાં પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે... મૈત્રી, ૪ |
*
*
*
ટી અધ્યાત્મ ગાથાઓ *
ઘનઘાતિ કર્મ વિહીનને ચોત્રીસ અતિશય યુક્ત છે, કેવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુકત શ્રી અર્પત છે. નિયમસાર-૭૧. છે અષ્ટકર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત, પરમને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. નિયમસાર-૭૨. પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચેન્દ્રિયગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. નિયમસાર-૭૩. રત્નરાયે સંયુકતને નિઃકાક્ષભાવથી યુકત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી વિઝાય છે. નિયમસાર-૭૪. ,
૧૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org