________________
(૧૮૫)
* “કૃપાદશાનું સ્તવન” * કપા મારા નાથની થાતી, દશા એની બદલી જાતી, ઊંચા કે નીચનો ભેદ નહીં એને હોય ન રાજા કે રંક; મહેર થાતાં એને સદ્ગુરુ કેરી, ફરે લખેલા લેખ,
ભલે હોય જાતી વિજાતિ..... દશા એની...... કૃપા. સત્સંગ કરવામાં સ્નેહ વધે, વળી ઓળખે સાર અસાર, પોતાના દોષને પોતે પીછાણી, હાંકી કાઢે ઘરબાર,
વસ્તુ એને સહેજે સમજાતી.. દશા એની બદલી જાતી... અંતર આતુર મળવા પ્રભુને, વહે આ સુંડાની ધાર, વિષ જેવા એને સુખ જ લાગે, એને લાગે કડવો સંસાર,
' રહે એ તો જગથી ઉદાસી, દશા એની બદલી જાતી.... કૃપા. આત્મ અનુભવી સંતને દેખીને, હૈયું શીતળ થાય, ગુણ ગવાતા જયાં હોય પ્રભુના દોડી દોડી ત્યાં જાય,
પ્રીતિ ઉરમાં ન સમાતી, દશા એની બદલી જાતી... કૃપા. પ્રભુના પ્રેમમાં હસે રડે વળી, નાચે કૂદે ને ગાય, દેવો પણ એનાં દર્શન કરવા, ત્યાં તો દોડી દોડી જાય, વૃત્તિ એની ઊંચી જણાતી, દશા એની બદલી જાતી... કૃપા.
(૧૮૬)
* “આત્મસ્વરૂપ ધૂન” * હું છું ચેતન જ્ઞાન સ્વરૂપ, નિર્મળ કેવળ જ્ઞાન સ્વરૂપ શાયક છું હું શુદ્ધ સ્વરૂપ, જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક રૂપ. દેહાદિથી ભિશ સ્વરૂપ, રાગાદિથી ભિન્ન સ્વરૂ૫. જડ પુદ્ગલથી ભિન્ન સ્વરૂપ, સૌ જીવોથી ભિન્ન સ્વરૂપ. સૌ વસ્તુથી ભિન્ન સ્વરૂપ, અખંડ કેવળ જ્ઞાયક રૂપ. શુદ્ધ નિરંજન જ્ઞાન સ્વરૂપ, નિરાકાર હું જ્ઞાન સ્વરૂપ. અવિનાશી હું જ્ઞાન સ્વરૂપ, અજરામર હું જ્ઞાન સ્વરૂપ. સહજાનંદ હું જ્ઞાન સ્વરૂપ, પરમાનંદ હું જ્ઞાન સ્વરૂપ. સચ્ચિદાનંદ હું જ્ઞાન સ્વરૂપ, અખંડાનંદ હું જ્ઞાન સ્વરૂપ.
“શુદ્ધચિટ્ટપોડહમ્”
-૧૩
ઇUS
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org