________________
(૧૬૬) તારા ઘટમાં ગોવિંદ બોલે.. હાં રે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને શીદ ખોળે રે...
બહાર એને શીદ ખોળ... જીવલડા. હાં રે તારા ઘટમાં ખાણ હીરાની, હાં રે તેને ગોત્યા વિના અજ્ઞાની; ગરીબી નહીં મટવાની રે.. ગરીબી નહીં મટવાની... જીવલડા.
હાં રે તારા. હાં રે અજ્ઞાનતણા અવરોધે, હાં રે મૃગ કસ્તૂરીને ગોતે; ભટક સહુ વિણ બોધ રે... ભટક સહુ , વિણ બોધ.. જીવલડા.
હાં રે તારા. હાં રે તારું રૂપ તું લેને તપાસી, હાં રે તું તો ઘટ ઘટ કેરો વાસી; ભુલવણીમાં પડી ફાંસી રે. ભુલવણીમાં પડી ફાંસી... જીવલડા.
હાં રે તારા. હાં રે ગુરુ ગોવિંદ લેને ગોતી, હાં રે બની હંસ ચરી લે મોતી; નીરખવાને નિજ જ્યોતિ રે.. નીરખવાને નિજ જ્યોતિ.... જીવલડા.
હાં રે તારા.
*
*
*
(૧૧૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org