________________
(૧૬૧)
ધૂણી રે ધખાવી બેલી ! અમે તારા નામની, અમે તારાં નામની રે ! અલખનાં રે ધામની; ધૂણી રે ધખાવી...
શાને રે કારણિયે જીવડા મારગમાં તું અટવાયો, ઘણુંયે સમજાવ્યું તોયે સંસારમાં તું લેપાયો, કરેલાં કરમ કેરી બાંધી રે ગઠરિયા; ધૂણી રે ધખાવી....
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો, તન-મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો, ગમ ના પડે રે એને... ઠાકુર તારા ધામની; ધૂણી રે ધખાવી...
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી, કોની રે વાટ્યું રે જોતાં ભવની આ ભાવટ ભાંગી, તરસ્યું રે લાગી જીવને....ભક્તિના જામની
Jain Education International
*
૧૧૧
*
ધૂણી રે ધખાવી...
For Personal & Private Use Only
www.jainelibrary.org