________________
(૧૫૯) ઘેલી તો ફરું રે ઘરમાં ઘેલી તો ફરું મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરું. -૧
વહાલા રે વિનાની અમને, ઘડી જુગ જેવી રે, જીવન વિનાની હું તો ઝૂરી રે મરું; મારા વહાલો જી વિનાની ઘરમાં ઘેલી તો ફરું. -૨
પ્રેમના પાહુલીએ પાડી પરવશ કીધાં રે, વચને વિંધાણી દિલની કોને રે કહ્યું મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી તો ફરું. -૩
તન મન ધન તો મારું તમે હર્યું ત્રિકમાં રે, નાથ વિનાની નયણે નીર તો ભરું; મારા પિયુજી વિનાની ઘરમાં ઘેલી. -૪
મનથી બંધાણી મારા ચિત્તથી વિંધાણી રે, પ્રિતમ આવો તો પ્રેમે પૂજાયું કરું; મારા પિયુજી વિનાની ઘરમાં. -૫
*
*
*
-૧૦૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org