________________
با
ما ریا
(૧૪૧) હરિ મારે હૃદયે રહેજો રે, દુઃખ જે દઉં સહેજો રે. વારે વારે કરીશ કાલાવાલા, માંગું તે દેવું પડશે વહાલા, તમે વેદ મંત્રોને સુણનારા, વેણ મારાં વેઠી લેજો કાલા, કે હરિ મને કાંઈ ન કહેજો રે, કે હરિ મારી આંખોથી વહેજો રે; કે હરિ મારે હૃદયે રહેજો રે. ..૧ હરિ હવે આપણે સરખે સરખા, હરિ તું મેઘ તો હું રે બરખા, હરિ તમે સૂરજ તો હું સોમ, હરિ તમે અક્ષર તો હું કૈં, હરિ મારે હૃદયે રહેજો રે, હરિ મને દર્શન દેજો રે; હરિ મારે હૃદયે રહેજો રે..૨ હરિ મારે હૃદયે રહેજો રે, હરિ મને કાંઈ ન કહેજો રે, હરિ મારી આંખોથી વહેજો રે, હરિ મને દર્શન દેજો રે; હરિ મારે હૃદયે રહેજો રે. . ૩
*
*
*
w
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org