________________
હું ખીણ એક મુજને ન વિસરે, સા. તુમ ગુણ પરમ અનંત હો; સ. $ હું દેવ અવરને શું કરું, સા. ભેટ થઈ ભગવંત હો. સ. ૨ ૩ ' હે પ્રભુ ! આપ મારા મનમાંથી એક ક્ષણવાર પણ વિસરાતા નથી. આપના ગુણ અનંત અપાર છે. આપનો મેળાપ મને થઈ ગયો હોવાથી બીજા દેવોનું મારે હવે શું કામ છે ? કોઈ જ કામ નથી. આપ જેવા હું અનંત ગુણોનાં ધામ જેવા પ્રભુની ભેટ-દર્શન થવાથી હવે મારા મનમાં
બીજા કોઇપણ દેવનું સ્થાન રહેતું નથી.
તમે છો મુગટ ત્રિડું લોકના સા. હું તુમ પગની ખેહ હો; સ. ફિ તુમે છો સઘન ઋતુ મેહુલો, સા. હું પશ્ચિમ દિશિ 2હ હો. સ. ૩ 33 હે ભગવાન ! આપ તો ત્રણે જગતના મુગટરૂ૫ છો. તો હું
આપના પગની રજમાત્ર છું. હે પ્રભુ આપ તો સંપૂર્ણ પાણીથી ભરેલા મેઘનાં વાદળાં જેવા છો, જ્યારે હું તો પશ્ચિમ દિશામાં વરસતો એવો 2હ (હોમ) જેવો છું.
નીરાગી પ્રભુ રીઝવું, સાવ તે ગુણ નહિ મુજમાંહી હો; સ. | ગુરુ ગુરુતા સામું જુએ, સા. ગુરુતા તે મૂકે નાહી હો. સ. ૪
વીતરાગ પ્રભુને રીઝવવા માટે જે ગુણ જોઇએ તે ગુણ હે પ્રભુ મારામાં નથી એટલે કે પ્રભુ રાગદ્વેષથી રહિત છે જ્યારે હું તો રાગદ્વેષથી ભરેલો છું. તેથી લોકોત્તર રીતિ ભગવાનને પ્રસન્ન કરવાની છું હું મને આવડતી નથી, છતાં મારા પ્રભુ તો એવા છે કે તેઓ તેઓનું # જ્ઞાનવૃધ્ધપણું મૂકી દે તેવા નથી. તેઓ જો જ્ઞાનવૃદ્ધતાથી મારા સામું
જુએ તો મારું કાર્ય થઈ જાય. વળી ભગવાન પોતાની જ્ઞાનગુરુતાને છોડતા નથી. મોટા સતી બરોબરી, સા. સેવક કિણવિધ થાય હો; સ. આસંગો કિમ કીજીએ, સા. તિહાં રહ્યા આલુંભાય હો. સ. ૫
શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી
૧૯૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org