________________
જગત વત્સલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરુદ નિજ રાખવા,
દાસની સેવના રખે જોશો. તા. ૭ ૬ જગત વત્સલ-જગતમા હિતકારી એવા મહાવીર સ્વામી-જિનેશ્વર ભગવંતની વાણી સાંભળતા મારું મન પ્રભુના ચરણમાં – આશ્રયમાં સ્થિર થયું છે, માટે હે પ્રભુ ! મારો આત્મા આપને મેળવવા માટેના યથાર્થ સાધનો પામે અને આપનું તારકતાનું બિરૂદ પણ જળવાઈ રહે એ માટે આ સેવકની ભક્તિ સામું જોયા વિના, હું સંસારનો પાર પામી જાઉં તેમ કરશો. વિનતિ માનજો શક્તિ એ આપજો,
ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા સિદ્ધતી અનુભવી,
દેવચંદ્ વિમલ પ્રભુતા પ્રકાશે. તા. ૭ હે પ્રભુ ! મારી આટલી વિનંતી સ્વીકારજો અને એવી શક્તિ શું આપજો કે ભાવથી સ્યાદ્વાદપણાને શુદ્ધપણાને જોઈ શકું, તેવો બની શકું. મારી સાધક દશાને સિદ્ધ કરીને દેવોમાં ચંદ્રમાં સમાન એવા ભગવાનની નિર્મલ-મલ રહિત પ્રભુતાઈ મારામાં પ્રકાશે – પ્રગટ થાય એમ ભાવના ભાવું છું.
શ્રીમદ દેવચંદ્રજી કત ચોવીસી
[ ૧૪૭ |
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org