SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ તત્ત્વની ઓળખાણની જરૂર છે. પણ જો પાંચ પર્યાયનેન ઓળખેતો મોક્ષને ન ઓળખે, મોક્ષનું જ્ઞાન ન હોય તો મોક્ષનો ઉપાય કેવી રીતે કરે? સંવરનિર્જરાના જ્ઞાન વગર સંવર-નિર્જરારૂપ કેવી રીતે પ્રવર્તે? અંતર વીતરાગી દશા તે સંવર છે. સંવર નિર્જરાની ઓળખાણ વિના અંતર રમણતા કેવી રીતે કરે? માટે પાંચે પર્યાયોનું શ્રદ્ધાન ન થવાથી મોક્ષ પણ ન થાય. જીવ-અજીવને જાતિ અપેક્ષાએ બે તત્ત્વો કહ્યાં. જીવમાં અનંત જીવો આવી ગયા અને અજીવમાં અનંત પુદ્ગલો, ધર્મ, અધર્મ, આકાશ • અને કાળ આવી ગયા. પર્યાયો તેના વિશેષ છે. આમ સાતતત્ત્વોની શ્રદ્ધાને મોક્ષમાર્ગ આધીન છે. તેમાં દેવ-ગુરુ-શાસ્ત્રની પરીક્ષા આવી જાય છે. સાતતત્ત્વ સિવાયના અન્ય પદાર્થોનું શ્રદ્ધાનો અથવા ન હો અન્યથા હો તો પણ પ્રયોજનભૂત નથી. વળી કોઈ ઠેકાણે પુણ્ય-પાપ સહિત નવ પદાર્થો કહ્યાં છે, એ પુણ્ય-પાપ પણ આવાદિકના જ ભેદો છે. માટે એ સાત તત્ત્વોમાં જ ગર્ભિત થયા અથવા પુણ્યને સમજે તો તેને મોક્ષમાર્ગનામાને અથવા સ્વછંદી બની પાપરૂપ ન પ્રવર્તે; માટે જુદા પાડી સમજાવે છે. માટે એ બે તત્ત્વોની શ્રદ્ધા ઉપકારી જાણી સાતની સાથે મેળવી નવ પદાર્થો કહ્યા છે. - જીવ-અજીવની શ્રદ્ધા કરવાનો આશય તો એ છે કે પોતે જીવ છે અને બીજા પર છે. પરનો અંશ પોતામાં ન મેળવે અને પોતાનો અંશ પરમાં ન મેળવે, શરીરાદિ અજીવ છે તેની ક્રિયા તેનાથી થાય છે મારાથી થતી નથી, એમ શ્રદ્ધા કરવી તે આશય છે. તે ન કરે તેને યથાર્થ શ્રદ્ધાન નથી. જીવઅજીવને જેમ છે તેમ માનવા, આસવને હેય માનવો, બંધને અહિતરૂપ માનવો, મોક્ષ તે પરમ હિત છે. સંવરને ઓળખી તેને અંગીકાર કરવા જેવો માનવો અને નિર્જરા અધૂરી શુદ્ધ દશા છે. માટે પરમ હિતનું કારણ છે એમ માનવું. . સમ્યકત્ત્વના વિભિન્ન લક્ષણો: • જીવાદિ સાત તત્ત્વોનું સાચું તત્ત્વાર્થ શ્રદ્ધાન. • સ્વ-પરનું શ્રદ્ધાન-ભેદવિજ્ઞાન. સ્વનું શ્રદ્ધાન- આત્મશ્રદ્ધાન. દેવ-ગુરુ-ધર્મનું શ્રદ્ધાન. આ ચાર લક્ષણો કહ્યાં તેમાં આ જીવ કોને અંગીકાર કરે? જ્યાં મિથ્યાત્વકર્મનો ઉપદમાદિક થતાં વિપરીતાભિનિવેશનો અભાવ થાય ત્યાં એ ચારે લક્ષણો એકસાથે હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy