________________
૨૫૪ છે. જિનેન્દ્ર ભગવાને કહ્યું છે કે જીવ સંપૂર્ણ પરદ્રવ્યોથી મોહ છોડીને સંસાર, દેહ અને ભોગોથી ઉદાસીનરૂપ પરિણામ રાખે છે તેને ત્યાગ ધર્મ હોય છે. સ્વરૂપ ત્યાગ પર દ્રવ્યોનો નહિ, પરંતુ પોતાના આત્મામાં પર દ્રવ્યો પ્રતિ થતાં મોહ, માયા, રાગ, દ્વેષનો ત્યાગ થાય છે. કેમકે પર દ્રવ્યો તો પૃથ્થક જ છે, એમનું તો આજ સુધી ગ્રહણ જ થયું નથી, તેથી તેમના ત્યાગનો પ્રશ્ન જ ક્યાં ઉદભવે છે? એમને આપણા પોતાના જાણ્યા છે, માન્યા છે. એમનાથી રાગ-દ્વેષકર્યો છે; તેથી એમને પોતાના જાણવા, માનવા (દર્શન મોહ) અને એમના પ્રતિ રાગ-દ્વેષ કરવો (ચારિત્રમોહ) એ જ છોડવાનું છે. આ જ કારણે વાસ્તવિક ત્યાગપરમાંનહિ, પણ પોતાનામાં, પોતાના જ્ઞાનમાં થાય છે. પરને પર જાણી એમના પરથી મમત્ત્વ ભાવતોડવો એ જ વાસ્તવિક ત્યાગ છે. દાન અને ત્યાગનું સ્વરૂપ ત્યાગ ધર્મ છે અને દાન પુણ્ય. ત્યાગીઓ પાસે રંચમાત્ર પણ પરિગ્રહ હોતો નથી, જયારે દાતાઓ પાસે ઢગલાબંધ પરિગ્રહ જોવા મળે છે. ત્યાગ પરને પર જાણ કરવામાં આવે છે, દાન એ વસ્તુનું દેવામાં આવે છે જે પોતાની હોય. પર વસ્તુનો ત્યાગ હોઈ શકે છે, દાન નહિ. બીજાની વસ્તુ ઉઠાવીને કોઈને કંઈ દેવી એ દાન નથી, ચોરી છે. ઉપકારની ભાવનાથી પોતાની ઉપયોગી વસ્તુ પાત્ર જીવને દઈ દેવી એ દાન છે. દાનમાં પરોપકારનો ભાવ મુખ્ય રહે છે. પરંતુ ત્યાગમાં સ્વઉપકાર (આત્મહિત) જ સર્વસ્વ છે. દાન ઉપકારના વિકલ્પપૂર્વક આપવામાં આવે છે. ત્યાગીએ જે ત્યાગ્યું છે એનું ધ્યાન પણ રહેતું નથી, રહેવું પણ ન જોઈએ અને જો રહેતોત્યાગકેવો? દાન વ્યવહારધર્મ છે અને ત્યાગ નિશ્ચયધર્મ છે. લેવું દેવું એ સ્વયંવ્યવહાર છે. પરને પર જાણીને એમના પ્રત્યેનો રાગનો ત્યાગ કરવો એ જ વાસ્તવિકત્યાગ છે. ત્યાગ મોહ, રાગ, દ્વેષનો જ થાય છે. પર પદાર્થો તો મોહ, રાગ, દ્વેષ છૂટી જતાં સ્વયં છૂટી જાય છે. એ છૂટાજ છે. ત્યાગસદોષ વસ્તુનો કરવામાં આવે છે અને દાન સારી રીતે વસ્તુનું કરવામાં આવે છે. મોહ, રાગ, દ્વેષરૂપ આસવ ભાવો હોય છે, ત્યાગવા યોગ્ય છે. દાન ચાર પ્રકારનું છે.
૧. આહારદાન ૨. ઓષધદાન ૩. શાનદાન ૪. અભયદાન. દાનમાં ઓછામાં ઓછી બે વ્યકિત જોઈએ અને બન્નેને જોડનાર વસ્તુ પણ જોઈએ. પરંતુ ત્યાગ માટે કોઈ પણ ન જોઈએ. ત્યાગ સંપૂર્ણ સ્વાધીન છે જયારે દાન પરાધીન છે. આ રીતે ત્યાગ અને દાનનું સાચું સ્વરૂપ સમજવું
Jain Education Waternational
For Personal & Private Use Only
www.jainelibrary.org