________________
ભકતનાં વિચાર-પુષે
૨૦૧ * અસત્સંગ ને અસતપ્રસંગ આત્મલક્ષે છોડતા જવું.
જગતની તુષમાનતા સંબંધે ઉદાસીનતાને કમ સેવ. ભગવાનમાં ને તેમના ગુણેમાં ચિત્તને સ્થિર કરવું. સાચા ભક્તો સાથે સત્સંગનું આરાધન કરવું. તેથી ભગવાન પ્રસન્ન થઈ સિદ્ધિાનું કામ કરે છે. અનંત અવ્યાબાધ સુખ અને શાંતિ અર્પે છે. ભક્ત ભગવાન થાય છે, જીવ શિવ થાય છે. * વીર પુરૂષના વીર્યની ગતિ સંસારમાર્ગમાં કે પરમાર્થ.
માર્ગમાં સરખી હોય છે. વીર પુરૂષે બાંધવામાં તેમ છોડવામાં શુરવીર હેય છે. વીર પુરૂષ મિત્ર અને શત્રુ બંનેની સામે પડે છે. વીર પુરૂષ સિફારસ કે લાગવગ વાપરતા નથી, સ્વબળ એ તેમનું સફળ શસ્ત્ર છે. વીર પુરૂષે કહેતા નથી, કરી બતાવે છે. વીર પુરૂષે ચાચક મટી અયાચક થાય છે. સત્પરૂષની સંગતિ ગતિ–આગતિને નાશ કરે છે. સપુરૂષને સંગ આત્મરંગ જગાવી, અસંગ થવા માટે કર્મોની સામે અભંગાણે જંગ ખેલાવે છે. સપુરૂષની ચરણ સેવા કર્મનાં દેવા ટાળે છે. સપુરૂષની પ્રેમભક્તિ કલ્પવૃક્ષની જેમ ફળે છે, અને શક્તિનું દાન દઈ મુક્તિ આપે છે. સત્પરૂષને અંતકાળ પર્વરૂપે થાય છે. સપુરૂષના અંતકાળે હાજરી સદ્ભાગ્ય સૂચવે છે. સદુભ ગ્યની તરતમતા ભાવાનુસાર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org