________________
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૧૮
| P ૧૩
ચન્દ્રપ્રભ–ચરિત્ર–આ જિનેશ્વરસૂરિની કૃતિ છે. એના ઉપર જિનપતિના શિષ્ય જિનેશ્વરે વિષમપદવૃત્તિ રચી છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર-આના કર્તા યશઃ કીર્તિ છે. ચન્દ્રપ્રભ-ચરિત્ર (સ. વિ. સં. ૧૬૦૮) – આ ચરિત્ર શુભચન્દ્ર રહ્યું છે અને એનો ઉલ્લેખ એમણે વિ. સં. ૧૬૦૮માં રચેલા પાણ્ડવપુરાણમાં ચન્દ્રનાથ-ચરિત્ર તરીકે કર્યો છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર – “અંચલ' ગચ્છના કોઈક સૂરિની આ રચના છે. ચન્દ્રપ્રભ–ચરિત્ર – આ ધર્મચન્દ્રના શિષ્ય દામોદર કવિની રચના છે. આ ઉપરાંત પાઇયમાં તેમ જ અપભ્રંશમાં આ તીર્થંકરને અંગે ચન્દLહચરિય નામનાં ચરિત્રો રચાયાં છે. જેમકે વિ. સં. ૧૧૩૮માં વરસૂરિએ, વિ. સં. ૧૧૭૮માં યશોદેવે ઉર્ફે ધનદેવે, ‘પરમહંત' કુમારપાલના રાજ્યમાં હરિભદ્રસૂરિએ અને જિનેશ્વરસૂરિએ તેમ જ દેવસૂરિએ પાઇયમાં અને કોઈકે "અપભ્રંશમાં એકેક ચસ્ત્રિ રચ્યું છે." [ચં.ચ.ની નકલ પ્રા.ટે.માં છે.]
ચન્દ્રપ્રભ-પુરાણ-આના કર્તા દિ. અગાસદેવ છે. [૯] સુવિધિનાથ–ચરિત્ર-બુ. ટિમાં આ નામની બે અજ્ઞાતકર્તક કૃતિઓની નોંધ છે. તેમાં એક
સંસ્કૃતમાં તો બીજી પાઇયમાં છે. એમાં જૈનોના નવમા તીર્થંકર સુવિધિનાથ યાને પુષ્પદન્તના જીવન ઉપર પ્રકાશ પડાયો છે.
સુવિધિનાથને અંગે કોઈ પુરાણ રચાયું હોય એમ જણાતું નથી. [૧૦] શીતલનાથ–ચરિત્ર – જૈનોના દસમા તીર્થંકર શીતલનાથના જીવનવૃત્તાંતને અંગે બે ચરિત્ર
રચાયાનો બૃ. ટિ. માં ઉલ્લેખ છે. તેમાં એક સંસ્કૃતમાં અને બીજું જ. મ.માં છે.
શીતલનાથને અંગે કોઈ પુરાણ રચાયું હોય એમ જાણવામાં નથી, [૧૧] શ્રેયાંસ-ચરિત (વિ. સં. ૧૧૭૨)- આ ૬૫૮૪ શ્લોક જેવડા ચરિતના કર્તા “બૃહદ્’ ગચ્છના
હરિભદ્રસૂરિ છે. તેઓ માનદેવસૂરિના શિષ્ય ઉપાધ્યાય જિનદેવના શિષ્ય થાય છે. એમણે ૧. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૭). ૨. એમની કૃતિ ઉપર “ખરતર' ગચ્છના સાધુસમગણિની ૧૩૧૫ શ્લોક જેવડી વૃત્તિ છે. ૩. જુઓ પા. ભા. સા. (પૃ. ૧૧૯).
૪. જુઓ જિ. ૨. કો. (વિ. ૧. પૃ. ૧૨૦). ૫. દિ. શ્રુતકીતિના શિષ્ય અગ્નલદેવે કન્નડ (કાનડી)માં તેમ જ દોડધ્યે પણ ચન્દ્રપ્રભસ્વામીનું એકેક ચરિત્ર
રચ્યું છે. ૬. જુઓ મહાપુરાણ (ભા. ૧)ની હિંદી પ્રસ્તાવના (પૃ. ૨૦). ૭. આ કૃતિનું નામ સુવિહિનાહચરિય એવું હું મોજું છું. ૮. કોઈકે જ. મ. માં પુફદત્ત-ચરિય રચ્યું છે. એમાંનાં બે પદ્યો નદિતાત્યના ગાહાલકખણમાં ઉદ્ભૂત
કરાયાં છે એમ ગાહાલખણના ટીકાકાર રત્નચન્ટે કહ્યું છે. ૯. આનું નામ હું સીયલનાહચરિય યોજું .
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org