________________
૬૦ [60].
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ P ૫૪ ૪. 'શાન્તિજિનમહિમ્ન સ્તોત્ર સિદ્ધાન્તસાર
આ મહિમ્ન સ્તોત્રના પ્રત્યેક પદ્યની ચરણની પાદપૂર્તિરૂપ સ્તોત્રમાં ૩૫ પદ્યો છે. એ P ૫૫ શાન્તિનાથના ગુણોત્કીર્તનરૂપ છે. એના આદ્ય અને અંતિમ પદ્યો અનુક્રમે નીચે મુજબ છે :
"महिम्नस्ते भावी सुरवरनराधीशविहितस्तुतीनां चेतस्सु प्रथितकुतुकानामपि सताम् । समारम्भः शान्ते ! जिनवर ! मनोभूक्षयविधौ મમાગે( ? ) સ્તોત્રે હર ! નિરપવાઃ પરિશR: I? ” "इत्थं किञ्चिदपि स्तुतः प्रमदतस्तीर्थेश ! सल्लोचनानन्दे सोम ! जयश्रियं वितर मे भावद्विषां संहतेः । सद्बोधिद्रुमवर्धने जलधरः श्रीइन्दनन्दिप्रदः
पादाम्भोजनिषेवणे रतिजुषां सर्वाङ्गभाजां भुवि ॥३५॥" ૨૬મું પદ્ય અને એની વિવૃત્તિ નોંધપાત્ર છે કેમકે એમાં અજૈન દેવો અને ઋષિઓ તો નામમાત્રથી તે તે ગુણવાળા છે જ્યારે શાન્તિનાથ ! તમે તો ખરેખર તેવા છે એમ અત્ર કહ્યું છે. ૧. આ સ્તોત્ર શ્રીવિજયકસૂરસૂરિજીના પ્રશિષ્ય અને પં. શ્રીયશોભદ્રવિજયજી ગણિ (હાલ સૂરિ)ના શિષ્ય પં.
શ્રી શુભંકરવિજયગણિકૃત ભદ્રંકરોદયા નામની સંસ્કૃત વ્યાખ્યા અને હિન્દી પદાર્થ તથા ભાવાર્થ સહિત શ્રી. કોઠારી લક્ષ્મીચંદ હજારમલજીએ બેંગ્લોરથી વિ. સં. ૨૦૧૭માં “શ્રીયશોભદ્રશ્રેણિ”ના ગ્રન્થાંક ૧૩ તરીકે પ્રકાશિત કરી છે. આના સંપાદક વ્યાખ્યાકારના શિષ્ય સૂર્યોદયવિજયજી છે. પ્રાકકથનમાં આદિજિનમહિમ્ન સ્તોત્રની એક હાથપોથી પોતાના પ્રગુરુના ગુરુ શ્રીવિજયકસૂરસૂરિજી પાસે હોવાનું અને એના ઉપર આ સૂરિએ વિવૃતિ રચ્યાનો ઉલ્લેખ કર્યો છે. એ હાથપોથી વ્યાખ્યાકાર તરફથી જોવા મળતાં નિમ્નલિખિત બાબતો જાણી શકાઈ છે :આ સ્તોત્રનું નામ યુગાદીશ્વરમહિમ્ન સ્તોત્ર છે એના કર્તા રત્નશખર છે. એમાં ૪૧ પદ્યો છે. એની વ્યાખ્યાતા(ટીકા)નું નામ સુબોધિકા છે. આ સ્તોત્રના અન્વય અને અનુવાદ આપેલા છે. એનું આદ્ય પદ્ય એ છે કે
“દિઃ પારં તે પરમતમHIના પિ વિમો !
भवन्ति स्तोतारः समवसृतिभूमौ समुदिताः । यदीन्द्राद्यास्त्वां तज्जिनवृषभ । भक्तया स्तवयतो
| મHIણેશ સ્તોત્રે હર ! નિરપવાઃ પરિક્ષR: I? ” પાર્શ્વજિનમહિમ્ન સ્તોત્રની એક હાથપોથી ભાંડારકર પ્રાચ્યવિદ્યા સંશોધનમન્દિરમાં હોવાનો ઉપયુક્ત
પ્રાકકથનમાં ઉલ્લેખ છે તે શું સમુચિત છે ? ૨. એઓ સોમવિજયના શિષ્ય ઈન્દ્રનન્દિના શિષ્ય થાય છે. આ સિદ્ધાન્તસારે વિ. સં. ૧૫૭૦માં દર્શનરત્નરત્નાકર રચ્યો છે. એમણે પ્રસ્તુત સ્તોત્રના અંતિમ પદ્યમાં પોતાના ગુરુ અને પ્રગુરુનાં નામ
આડકતરી રીતે દર્શાવ્યાં છે. ૩. જિન (વિષ્ણુ), ભૂતસ્વામી (શિવ), ગુરુ (બૃહસ્પતિ), જગચ્ચક્ષુ (સૂર્ય), પરમેષ્ઠી (બ્રહ્મા) અને મહાતેજસ્
(કાર્તિકેય). ૪. કાવ્ય (શુક્ર), પરમર્ષિ કપિલ) અને કમનજિત્ (બુદ્ધ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org