________________
પ૬ [56].
જેને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ (૨) “તપા' ગચ્છના વિજયદાનસૂરિના શિષ્ય જગમાલે વિ. સં. ૧૬૩૧ કે વિ. સં. ૧૬૬૧માં રચેલો સ્તોત્રકોશ.
(૩) જયકેસરિસૂરિકૃત સ્તોત્રાવલી.
આ ત્રણે રચનાઓની નોંધ જિ. ૨. કો. (વિ. ૧)માં અનુક્રમે પૃ. ૧૪૫, ૪૫૩ અને ૪૫૪માં લેવાઈ છે.
જૈ. સં. સા. ઈ. (ખંડ ૨, ઉપખંડ ૧)ના પ્રકરણ ૨૮-૩૦માં વિવિધ સ્તુતિસ્તોત્રોનો મેં પરિચય આપ્યો છે અને ૩૧મા તથા ૩૨મા પ્રકરણોમાં અનુક્રમે પાદપૂર્તિરૂપ અને અનેકાર્થી સ્તુતિઓ વિષે નોંધ કરી છે.
જૈનસ્તોત્રમોહ (ભા. ૧)માં ૧૨૫ સ્તોત્રો છે અને ૪૨ સ્તોત્રકારોનો સંસ્કૃતમાં પરિચય છે જ્યારે ભા. રમાં ૬૨ સ્તોત્રો છે અને ૩૮ સ્તોત્રકારોનો ગુજરાતીમાં પરિચય છે. બંને પરિચયના લેખક શ્રી ચતુરવિજયજી છે.
સ્તોત્રકર્તી– જૈન કૃતિઓ રચનારા મોટે ભાગે પુરુષો અને તે પણ શ્રમણો છે એમ ઉપલબ્ધ જૈન સાહિત્ય જોતાં જણાય છે. આથી સાત પદ્યનું આદિનાથસ્તોત્ર અને પાંચ પદ્યનું અજિત ૪૮ નાથસ્તોત્ર જે પ્રવર્તિની મેલસ્મીએ રચ્યાં છે તે અપવાદરૂપ ગણાય. આ બંને સ્તોત્રો “જૈ. સ. પ્ર.” (વ. ૧૯, અં. ૮)માં છપાયાં છે.
વિશેષતાસ્તુતિ-સ્તોત્રોની રચના એવી છે કે એમાં વિવિધ શબ્દાલંકારોને સ્થાન આપી શકાય. આનો યથેષ્ટ લાભ જૈન સ્તોત્રકારો એ લીધો છે. અનુપ્રાસ, યમક, ચિત્ર, શ્લેષ, વક્રોક્તિ અને પુનરુક્તાભાસ એમ છ જાતના શબ્દાલંકારો છે. એ પૈકી ખગાદિ બંધરૂપ ચિત્રથી અલંકૃત રચના જિનપ્રભસૂરિનાં ઉપલબ્ધ સ્તુતિ-સ્તોત્રરૂપ સાહિત્યમાં દૃષ્ટિગોચર થાય છે પરંતુ ભોજયાદિનાગર્ભિત કે માયાવી ચોરસોથી અંકિત એવું એક પણ સ્તોત્ર જિનપ્રભસૂરિએ રચ્યાનું જણાતું નથી એથી આશ્ચર્ય થાય છે. મારું તો ચોક્કસ માનવું છે કે એમણે રચેલાં અનુપલબ્ધ સ્તોત્રોમાં આ જાતની રચનાઓ હશે જ. અદ્યાપિ જૈન ભંડારો પૂરેપૂરા તપાસાયા નથી તો આ મહત્ત્વનું કાર્ય સવેળા થવું ઘટે કે જેથી આપણને ઘણું નવું જાણવાનું મળે,
પાદપૂર્તિરૂપ કાવ્યો કિવા સમસ્યા-કાવ્યો એશિયા, યુરોપ વગેરે ખંડોમાં જે જાત-જાતનું સાહિત્ય રચાયું છે તેમાંનો એક પ્રકાર તે પાદપૂર્તિરૂપ સાહિત્ય છે. એ રચના તે સામાન્ય રીતે અન્યકર્તક પાદની-ચાર ચરણના પદ્યના એક ૧. આ ભાગમાં ઈ. સ. ૧૯૩૨માં છપાયેલાં સ્તુતિ સ્તોત્રોનાં પ્રતીકો એના નામાદિપૂર્વક અપાયાં છે. ૨-૩. ૧૪૦ સ્તોત્રકારોનાં નામ વિષે મેં પૃ. ૪૩માં નિર્દેશ કર્યો છે. જ. અંજણાસુન્દરીચરિય (પૃ. ૨૬૫), રેટિયાની સક્ઝાય અને કનકવતી–આખ્યાન એ અનુક્રમે મહત્તરા
ગુણસમૃદ્ધિ, શ્રાવિકા રતનબાઈ અને સાધ્વી હેમશ્રીની રચના છે. વિશેષ માટે જુઓ મારા લેખ નામે “રનતબાઈનો રેંટિયો” તથા “સાધ્વીઓ અને સાહિત્ય” આ લેખો અનુક્રમે “ગુમિત્ર તથા ગુ. દર્પણ”ના તા. ૧૨-૫-૪૬ના અંકમાં અને “આ. પ્ર.” (પુ. ૬૧, અં. ૧૨)માં છપાયા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org