________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૫૧-૫૫૪] ૩૨૯
(૩) સુખાવબોધ-ખરતર-પટ્ટાવલી ઈત્યાદિ અનુસાર ૩૬000 શ્લોક જેવડી આ બૃહદ્ વૃત્તિ P ૫૫૩ છે. એના કર્તા ખરતરગચ્છના જિનરાજસૂરિ છે. એમનો સમય વિ. સં. ૧૬૭૬થી વિ. સં. ૧૬૯૯નો ગણાય છે. એમનો પરિચય પ્રા. હુંડિકુઈએ ઉપર્યુક્ત પ્રસ્તાવનામાં આપ્યો છે.
(૪) ટીકા (ઉ. વિ. સં. ૧૬૬૮)- આ શાન્તિચન્દ્રના શિષ્ય રત્નચન્દ્ર રચી છે. આની વિ. સં. ૧૬૬૮માં લખાયેલી એક હાથપોથી ભાં. પ્રા. સં. મંમાં છે. એનું પરિમાણ ૧૩૩૬૪ શ્લોક જેવડું છે.
[પં. શ્રીચન્દ્રવિ. ગણી આનું સંશોધન-સંપાદન કરી રહ્યા છે.]
વિશેષતાઓ આ નૈષધીયચરિતની અનેક વિશેષતાઓ છે. એ પૈકી નીચે મુજબની ત્રણ હું અત્રે નોંધું છું –
(૧) આ મહાકાવ્યના પ્રણેતાએ આઠ સર્ગના અંતમાં પોતાની અચાન્ય કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. આ કૃતિઓનાં નામ સગક સહિત નીચે પ્રમાણે છે –
અર્ણવવર્ણન (૯), ખંડનખંડખાદ્ય (૬), ગૌડોર્વીશકુલ પ્રશસ્તિ (૭), છિન્દપ્રશસ્તિ (૧૭), વિજયપ્રશસ્તિ (૫), શિવભક્તિસિદ્ધિ (૧૮), 'સાહસકચરિત (૨૨) અને ધૈર્યવિચારણ (પ્રકરણ) (૪)
(૨) વાઝેવીનો ચતુર્ભુજની પત્ની તરીકેનો ૧૧મા સર્ગના ૬૬માં પદ્યમાં નિર્દેશ છે. P ૫૫૪
(૩) સોળમા સર્ગમાં શ્લો. ૬૬-૧૧૦માં દમયન્તીના સ્વયંવરને અંગેના ભોજન સમારંભનું વર્ણન છે.
(૯) રાઘવ-પાંડવીય– આ તેર સર્ગનું અને “કામદેવ' અંકથી અંકિત દ્વિસંધાન-કાવ્ય છે. એ રામાયણ અને મહાભારત બંનેની ગરજ સારે છે. એના કર્તાનું નામ કવિરાજ છે. કેટલાકને મતે એમનો સમય ઇ. સ. ૮૦૦ની આસપાસનો છે તો કેટલાકને મતે એ ઈ. સ.ની બારમી સદી છે. એમની આ કૃતિ ઉપર નીચે મુજબની બે જૈન ટીકા છે –
(૧) ટીકા- આ રઘુવંશ વગેરેના ટીકાકાર અને ખરતરમ્ ગચ્છીય ચારિત્રવધૂને રચી છે (૨) ટીકા- આના કર્તા પદ્મનદિ છે.
(૨) ચપૂ [૧] (૧) નલચંપૂ કિંવા દમયન્તી કથા (લ. વિ. સં. ૯૭૫)- આ “હરસરોજચરણ” અંકથી અંકિત ચંપૂના કર્તા ત્રિવિક્રમભટ્ટ છે. એઓ રાષ્ટ્રકૂટના રાજા ઇન્દ્ર ત્રીજા (ઇ. સ. ૯૧૪-ઈ. સ. ૧. આ ચંપૂ છે. આને નવસાહસોચરિત કહે છે. ૨. અત્ર અપાયેલા સર્ણાકોનો ક્રમ રચનાઓના ક્રમનો ઘાતક હોય તો ના નહિ. ૩. આ સંપૂનું ચંડપાલની ટીકા સહિતનું દ્વિતીય સંસ્કરણ “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઈ. સ. ૧૯૦૩માં
છપાવાયું છે. ૪. આ ચંપૂના છઠ્ઠા ઉચ્છવાસનું ૨૯મું પદ ભોજે સરસ્વતીકંઠાભરણમાં ઉદ્યુત કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org