________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૪૭-૫૫૦] ૩૨૭
(૭) શિશુપાલવધ (ઇ. સ.ની સાતમી સદી)- આ પાંચ મહાકાવ્યમાંનું એક છે એમાં શ્રી'થી અંકિત વીસ સર્ગ છે. એમાં વાસુદેવ કૃષ્ણને હાથે શિશુપાલ ભૂપનો વધ થયો એ વૃત્તાન્ત વિસ્તારથી અપાયો છે. આના પ્રારંભમાં નારદના આગમનનું વર્ણન છે. કિરાતાજીનીયને સામે રાખી એના જેવું આ મહાકાવ્ય એના પ્રણેતા માધે રચ્યું હોય એમ બન્ને મહાકાવ્યને સરખાવતાં જણાય છે.” એમનો સમય ઈ. સ.નો સાતમો સૈકો ગણાય છે. શિશુપાલવધ (સ ૪)ના ૨૦મા પદ્યમાં સૂર્ય અને ચન્દ્રને “ઘંટા' કહ્યા છે. એથી કેટલાક એના પ્રણેતાને “ઘંટા-માઘ' કહે છે.
કાવ્યપ્રકાશ ઉપર કોઈ ભીમસેને ટીકા રચી છે. એમાં એમણે માઘને “વૈશ્ય' કહ્યા છે. સાથે સાથે એમણે એવો આક્ષેપ કર્યો છે કે આ શિશુપાલવધ કાવ્ય તો એના પ્રણેતા પાસેથી ખરીદી લઈ P ૫૫૦ માથે પોતાના નામે ચડાવી દીધું છે. એ ગમે તે હો પણ શિશુપાલવધમાં ઉપમા, અર્થગૌરવ અને પદલાલિત્ય એમ ત્રણ ગુણો છે અને એના નવ સર્ગનો અભ્યાસ કરનારની સંસ્કૃતનો બોધ ન્યૂન ન જ ગણાય એવી માન્યતા પ્રવર્તે છે.”
શિશુપાલવધની બે ટીકાઓ (૧) ટીકા- આ મહાકાવ્ય ઉપર વિ. સં. ૧૫૧૦ની આસપાસમાં વિદ્યમાન અને રઘુવંશ આદિના ટીકાકાર ખરતર' ગચ્છના ચારિત્રવધૂને “એચટ' ગોત્રના ભૈરવના પુત્ર સહસમલની અભ્યર્થનાથી ટીકા રચી છે. આમાં એમણે જે ગ્રંથ અને ગ્રંથકારોનાં નામ આપ્યાં છે એની સૂચી D C G CM (Vol XIII, pt. 2, p. 453)માં અપાઈ છે. એ પૈકી જિનેન્દ્રકૃત વ્યાસ અને કવિ તારણ એ બે નામ હું અહીં નોંધું છું.
| (૨) “ટીકા- આ સમયસુન્દરમણિએ રચી છે.
૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. 2, pp. 426 અને 439માં લેવાઈ
છે. વલ્લભે રચેલી ટીકાનું નામ સદેહવિષૌષધિ છે. ૨. જુઓ "Sanskrit Literature" (P. E. N., p. 113) ૩. જુઓ “કાવ્યોએ કવિઓને આપેલાં બિરુદો” નામતો પૃ. ૫૪૭ ટિ. માં નિર્દેશાયેલો મારો લેખ. ૪.H C S L (પૃ. ૧૫૪-૧૫૭)માં કૃષ્ણમાચારિઅરે કહ્યું છે કે માઘ એ ભિન્નમાલના વર્મતાલ રાજાના મંત્રી
સુપ્રભદેવના પૌત્ર થાય છે. એ રાજા (?)નો ઉલ્લેખ વિ. સં. ૬૮૨ના શિલાલેખમાં છે. પ. જુઓ "Sanskrit Literature" (P. E. N., p.112) ૬. સરખાવો :
"उपमा कालिदासस्य भारवेरर्थगौरवम् । नैषधे पदलालित्यं माघे सन्ति त्रयो गुणाः ॥" ૭. સરખાવો – “નવસર્જાતે માપે નવો ન વિદ્યતે" ૮. એ ઓ કલ્યાણરાજગણિના શિષ્ય થાય છે એવો ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૮૪)માં છે. ૯. આ અપૂર્ણ મળે છે એમ સ કૃ. યુ. (વક્તવ્ય, પૃ. ૨૭)માં ઉલ્લેખ છે. આ ટીકાની નોંધ જિ. ૨. કો. (વિ.
૧)માં નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org