________________
પ્રકરણ ૩૫ : અજૈન લલિત સાહિત્યનાં જૈન સંસ્કૃત વિવરણો : [પ્ર. આ. ૫૪૪-૫૪૭] ૩૨૫
(૧૩) ટીકા- ધર્મસુન્દરમણિના શિષ્ય જિનહિંસસૂરિએ આ રચી છે. (૧૪) વૃત્તિ- આના કર્તા મહીમે .
(૧૫) મેઘલતા- આના કર્તાનું નામ જાણવામાં નથી. એમણે અભિધાનચિત્તામણિ, અમર અને હેમકોશનો ઉલ્લેખ કર્યો છે. આનો પ્રારંભ “પ્રણમ્ય શ્રીનિશાન'થી કરાયો છે.
(૧૬) સુખબોધિકા- આના કર્તા કવિ મોટજિત્ (મોટજી) છે. એમણે પ્રારંભમાં યુગાદીશને P ૫૪૬ પ્રણામ કર્યા છે. એમણે આ ટીકામાં જે ગ્રંથો અને ગ્રંથકારનાં નામ આપ્યાં છે તેની સૂચી D c G C M (Vol. XIII, pt. 2 p. 154)માં અપાઈ છે.
આ ૧૬ ટીકાઓ પૈકી જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૧૩-૩૧૪)માં ૧૧ ટીકાઓની નોંધ છે. એમાં ક્રમાંક ૨, ૭, ૯, ૧૪ અને ૧૬વાળી ટીકાઓનો ઉલ્લેખ નથી.
(૪) ઋતુસંહાર (? ઉં. ઈ. સ. ની પાંચમી સદી)- આના કર્તા તરીકે રઘુવંશ વગેરેના પ્રણેતા કાલિદાસનું નામ કેટલાક ગણાવે છે. આ છ સર્ગમાં વિભક્ત અને ભિન્ન ભિન્ન છંદમાં રચાયેલા કાવ્યમાં વર્ષની નિમ્નલિખિત ક્રમે છ ઋતુઓનું વર્ણન છે :
(૧) ગ્રીષ્મ, (૨) પ્રાવૃષ, (૩) શરમ્ (૪) હેમન્ત, (૫) શિશિર અને (૬) વસન્ત.
ટીકા- આ ૧૫૩ પદ્યના પ્રકૃતિકાવ્ય ઉપઋર નાગપુરીય હર્ષકીર્તિસૂરિના સતીર્થ્ય માનકીર્તિસૂરિના કે પછી એમના શિષ્ય ગુણાકરના શિષ્ય અમરકીર્તિસૂરિની રચના છે. એમનો સમય વિક્રમની ૧૭મી સદી છે.
(૫) કિરાતાજીનીય કિવા કિરાતકાવ્ય (ઈ. સ.ની છઠ્ઠી સદી)- આ પણ એક મહાકાવ્ય ગણાય છે. એમાં ૧૮ સર્ગ છે. પાંડવોના વનવાસથી– દ્વત’ વનમાંના નિવાસથી માંડીને તે મહેશ્વર P. ૫૪૭ (મહાદેવ) પાસેથી અર્જુને “પાશુપત’ અસ્ત્ર મેળવ્યું ત્યાં સુધીની કથા આમાં આલેખાઈ છે. દુર્યોધનના દાવપેચનો સામનો કરવા માટે યોજાયેલી ગુપ્ત યુદ્ધસમિતિનું વર્ણન એ બીજા સર્ગનો વિષય છે. આ આલેખતી વેળા કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને બાઈસ્પત્ય દંડનીતિનો ઉપયોગ કરાયો છે. અર્થગૌરવને માટે સુવિખ્યાત એવા આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતમાં “લક્ષ્મી” અંક છે. આ ઉપરથી આના પ્રણેતા ભારવિને “લમ્પંક' કહે છે. એમનો સમય ઈ. સ. નો છઠ્ઠો સૈકો મનાય છે. દંડીએ અવન્તીસુન્દરીમાં ભારવિનો ઉલ્લેખ કર્યો છે. કિરાતાર્જુનીય (સ. ૫)ના ૩૯મા પદ્યમાં
૧. આનાં વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. I, pp. 46-47)માં લેવાઈ છે. ૨. આના વિવિધ પ્રકાશનોની નોંધ D c G C M (Vol. XIII, pt. I, pp. 91-92)માં લેવાઈ છે. પૃ. ૯૨માં આ મહાકાવ્યના જર્મન અનુવાદ થયાનો ઉલ્લેખ છે.
"उत्फुल्लस्थलनलिनीवनादमुष्मा
दुधूतः सरसिजसम्भवः परागः । वात्याभिर्वियति विवर्तितः समन्ता
રાધત્તે મિયાતપત્રનક્ઝીમ રૂ8 I'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org