________________
પ્રકરણ ૩૩ : શ્રવ્ય કાવ્યો : વિજ્ઞપ્તિપત્રો : પ્રિ. આ. ૪૯૭-૫૦૦]
૨૯૯ ૧૩૧ પદ્યની કૃતિના રચનારા હૈમલઘુપ્રક્રિયા વગેરેના પ્રણેતા વિનયવિજયગણિ છે. મારવાડમાં યોધપુર (જોધપુર) ચાતુર્માસ માટે રહેલા આ ગણિ જોધપુરથી ચન્દ્ર દ્વારા વિજયપ્રભસૂરિને સુરત સંદેશો મોકલાવે છે. પ્રસંગવશાત્ એઓ ચન્દ્રને એના કુટુંબ પરિવારની કુશળતા પૂછે છે અને સમુદ્ર વગેરે એના સ્નેહીઓ કેવા ઉપકારપરાયણ છે તે કહે છે. અને દક્ષિણ દિશામાં જવાનો માર્ગ વર્ણવતાં એઓ સુવર્ણચલ (ગ્લો. ૩૪-૩૬), જાલંધરપુર, શ્રી રોહિણી (શિરોહી), અન્દાદ્રિ (આબુ), અચલદુર્ગ (અચળગઢ), સિદ્ધદંગ (સિદ્ધપુર), રાજવંગ (અમદાવાદ), સાભ્રમતી (સાબરમતી) (શ્લો. ૬૬-૬૭), વટપદ્ર (વડોદરા), ભૃગુપુર (ભરૂચ), નર્મદા (શ્લો. ૮૩), તાપી, સૂર્યપુર (સુરત) ઇત્યાદિ વિષે માહિતી આપે છે. ગ્લો. ૧૦૮-૧૨૧માં વિજયપ્રભસૂરિનો પરિચય અપાયો છે. અહીં એ વાત ઉમેરીશ કે જોધપુરથી સુરત આગગાડીમાં આવવું હોય તો જે માર્ગે થઈને હાલ અવાય છે એ જ માર્ગ આ વિજ્ઞપ્તિપત્રમાં સૂચવાયો છે. આથી એમ કહેવાય છે કે લગભગ અઢી સો વર્ષ ઉપર વિનયવિજયગણિએ આગગાડીના પાટા નાંખી એ દિશામાં પહેલ કરી છે.
(૨૪) વિનયવિજ્ઞપ્તિ (ઉં. વિ. સં. ૧૭૨૩)- આ વિજ્ઞપ્તિપત્રના રચનાર પણ ઉપર્યુક્ત વિનયવિજયગણિ છે. આ ૮૨ પદ્યોનો પત્ર એમણે દેવપત્તન યાને પ્રભાસપાટણથી “અણહિલપુર' P. ૫00 પાટણમાં બિરાજતા વિજયદેવસૂરિને આસો વદ તેરસે-ધનતેરસે લખ્યો છે. એ અર્ધ-સંસ્કૃતમાં છે એટલે કે એના પ્રત્યેક પદ્યનો પૂર્વાર્ધ જ. મ. માં છે તો ઉત્તરાર્ધ સંસ્કૃતમાં છે. એનો પ્રારંભ નેમિનાથની સ્તુતિ દ્વારા કરાયો છે. એમાં નગરનું અને પર્યુષણા' પર્વનું વર્ણન છે. વિજયદેવસૂરિને પોતાના ઉપર કૃપાપત્ર મોકલવાની વિનયવિજયગણિએ અહીં પ્રાર્થના કરી છે. વળી એમણે એ આચાર્યની સેવામાં રહેલા નિમ્નલિખિત વિબુધ સાધુઓનાં નામ ગણાવ્યા છે અને એમને અનુવંદના કરી છે :
ઋદ્ધિવિજય, વિનીતવિજય, શાન્તિવિજય, અમરવિજય, રામવિજય, કપૂરવિજય, મતિવિજય અને નયવિજય.
વળી વિનયવિજયે પોતાની પાસે રહેલા કનકવિજય, નેમિવિજય, રત્નવિજય, ઉદયવિજય, અને રૂપવિજય એ સાધુઓ તરફથી તથા સાધ્વીઓ તરફથી તેમ જ એમની આજ્ઞાથી ચાતુર્માસ માટે અન્યત્ર રહેલા જયવિજય, અમરવિજય, વૃદ્ધિવિજય, કાન્તિવિજય, ભારમલ્લ ઋષિ, જિનવિજયગણિ, કુંવરવિજય અને પ્રેમવિજય એ *આઠ સાધુઓ તરફથી વિજયદેવસૂરિને પ્રણામ પાઠવ્યા છે. સાથે સાથે પોતાનો એમના શિશુ તરીકે નિર્દેશ કરી પોતે પણ એમને નમન કર્યું છે. અંતમાં આ પત્ર લખ્યાના દિવસનો નિર્દેશ છે. ૧. અહીંના કિલ્લા, ગોપીતળાવ, ટંકશાળ, ગોપીપુરા અને એમાં આવેલા ઉપાશ્રયનું અત્ર વર્ણન કરાયું છે. ૨. આ નામ મેં યોર્યું છે. ૩. આનો પરિચય વિજ્ઞપ્તિત્રિવેણીની પ્રસ્તાવના (પૃ. ૨૬-૩૦)માં અપાયો છે અને તેમ કરતી વેળા શ્લો. ૧-૨, ૧૪, ૧૬, ૨૫-૨૭, ૩૩, ૩૪, ૩૬, ૪૦-૪૮, ૬૦-૬૩, ૬પ, ૭૮ અને ૮૨ ઉદ્ઘત કરાયા છે
એ ઉપરથી મેં અહીં આની આછી રૂપરેખા આલેખી છે. ૪. આ પૈકી પહેલા ત્રણ વેલાઉલ-બંદરમાં, બીજા બે વણથલિકમાં અને છેલ્લા ત્રણ ધુરાજીપુરમાં ચાતુર્માસાર્થે રહ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org