________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૪૯-૪૫૨]
૨૭૩ શિષ્ય આચારોપદેશ, કુમારપાલચરિત્ર (વિ. સં. ૧૪૮૭), મહીપાલ-ચરિત ઇત્યાદિની રચના કરી છે. એમણે આ સંદેશ-કાવ્ય વિ. સં. ૧૪૮૭માં રચ્યું છે. એ દ્વારા વિષયવાસનાને એક વેળા વશ થયેલા પરંતુ આગળ જતાં એના ઉપર અખંડિત પ્રભુત્વ પ્રાપ્ત કરનારા મુનિરાજ સંયમમૂર્તિ સ્થૂલભદ્ર કોશા વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહી એ વેશ્યાના જીવનને ઉન્નત બનાવે છે એ વાત એમણે આલેખી છે.
(૫) ચન્દ્રદૂત (વિ. સં. ૧૬૮૧)– આ મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ ૧૬૯ પદ્યોની કૃતિ કર્તા “ખરતર' ગચ્છના વિમલકીર્તિગણિ છે. એઓ ઉપાધ્યાય “સાધુકીર્તિના શિષ્ય સાધુસુન્દરના પ્રશિષ્ય થાય છે. આ વિમલકીર્તિએ ૬૫૪માં એ સાધુસુન્દરગણિ પાસે દીક્ષા લીધી હતી P ૪૫ર અને એમનો સ્વર્ગવાસ ‘સિ... દેશમાં કિરણોર' ગામમાં વિ. સં. ૧૬૯૨ માં થયો હતો. એમણે પદવ્યવસ્થા, કેટલાંક સ્તવનો તેમ જ કેટલીક કૃતિઓના ‘ટબ્બા અને “બાલાવબોધ રચ્યાં છે. એમણે આ ચન્દ્રદૂત નામનું કાવ્ય વિ. સં. ૧૬૮૧માં રચ્યું છે. અને એ દ્વારા “શત્રુંજય ગિરિ ઉપરના આદિનાથને ચન્દ્રની મારફતે પોતાનો સંદેશો કહાવ્યો છે. એનું પ્રારંભિક ઉપદ્ય નીચે મુજબ છે –
"प्रणम्य श्रीयुगांधीशं समस्यापादपूरणात् ।
मेघदूतान्तपादेन चन्द्रदूतं करोम्यहम् ॥१॥" આ કાવ્યના અંતમાં નીચે પ્રમાણેની પ્રશસ્તિરૂપ "ત્રણ પદ્યો છે:
"श्री साधुकीर्तिपाठकशिष्याणां सकलकविधुरीणानाम् । श्रीविमलतिलकगणिवरवाचकवरसाधुसुन्दरगणीनाम् ॥३९॥"
૧. આ કૃતિ ટી. પી. દોશીએ ઈ. સ. ૧૮૯૫માં, ભીમસી માણેકે લઘુ-પ્રકરણસંગ્રહમાં ઈ. સ. ૧૯૦૩માં અને
જૈ. આ. સ.” વિ. સં. ૧૯૮૨માં પ્રસિદ્ધ કરી છે. ૨. આ “જૈ. આ. સા.” દ્વારા છપાવાયું છે. ૩. આની હીરાલાલ હંસરાજે પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૦૯માં અને દ્વિતીય આવૃત્તિ ઈ. સ. ૧૯૧૭માં
પ્રકાશિત કરી છે.. ૪. આ ચન્દ્રદૂત કોઇકની ટીકા સાથે શ્રીજિનદત્તસૂરિજ્ઞાનમંદિર સૂરતથી વિ. સં. ૨૦૦૯માં પ્રકાશિત છે.]
આ નામનું ૧૨ પદ્યનું કાવ્ય વિનયપ્રભુએ રચ્યું છે પણ એ કોઈ કાવ્યની પાદપૂર્તિરૂપ નથી. આની એક હાથપોથીનો પરિચય D c G C M (Vol. XIX, sec. 2. pt, pp. 266-267)માં મેં આપ્યો છે ૫. એમના પરિચય માટે જુઓ ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ (પૃ. ૪૮૬) અને યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ
(પૃ. ૪૬, ૬૩, ૧૯૦, ૧૯૨, ૧૯૪ અને ૨૧૪) ૬. આના ઉપર કર્તાના ગુરુભાઈ ઉદયકીર્તિએ વિ. સં. ૧૬૮૧માં ટીકા રચી છે. એ બંનેની સંક્ષિપ્ત માહિતી
મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૩૧૩)માં આપી છે. ૭-૯. આની સૂચી માટે જુઓ શ્રી અગરચંદ નાહટાનો “જૈ. સિ. ભા.” (ભા. ૩, કિ. ૧)માં છપાયેલો લેખ
નામે “નૂતકાવ્ય સંબંધી જી જ્ઞાતિવ્ય વાર્ત” (પૃ. ૩૫) ૧૦. જુઓ ઉપર્યુક્ત લેખ (પૃ. ૩૩) ૧૧. એજન (પૃ. ૩૩).
૧૮
ઇતિ.ભા.૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org