________________
પ્રકરણ ૩૧ : શ્રવ્ય કાવ્યો : પાદપૂર્તિરૂપ કાવ્યો : પ્રિ. આ. ૪૪૬-૪૪૯]
૨૭૧ છે. આ કાવ્યને પ્રો. કે. બી. પાઠકે મેઘદૂત કરતાં ચડિયાતું કહ્યું છે. સ્વ. કિલાભાઈએ તો એવો આક્ષેપ કર્યો છે કે જિનસેનને એવું મિથ્યાભિમાન હતું કે પોતાનું કાવ્ય મેઘદૂત કરતાં ચડે છે પરંતુ એમનું કાવ્ય કર્કશ અને રસ વિનાનું છે.
આ કાવ્ય ઉપર બે ટીકા છે –
(અ) ટીકા- યોગિરાજ ડિતાચાર્યે આ ટીકા વિક્રમની પંદરમી સદી પછી રચી છે. એમણે P ૪૪૮ રત્નમાલા નામના કોશમાંથી અવતરણો આપ્યાં છે.
(આ) વૃત્તિ- આના કર્તા દિ. ચારુકીર્તિ છે.
હવે આપણે મેઘદૂતના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ “જૈન કાવ્યો વિષે વિચારીશું.
(૩) નેમિચરિત’ (ઉ. વિ. સં. ૧૪૭૨)- આના કર્તા જૈન ગૃહસ્થ છે. એઓ ખંભાતના નિવાસી "સાંગણના પુત્ર વિક્રમ છે એઓ શ્વેતાંબર છે કે દિગંબર એ આ ૧૨૬ પદ્યના કાવ્ય ઉપરથી P ૪૪૯ જણાતું નથી કેમકે એમાં સાંપ્રદાયિક્તા સૂચવનારી કોઈ હકીકત નથી.
આ કાવ્યની વિ. સં. ૧૬૦૨માં તો શું પણ °૧૪૭રમાં લખાયેલી હાથપોથી મળે છે એટલે એ શ્વેતામંબર કવિ ઋષભદાસના ભાઈ સંભવી શકે જ નહિ. કેટલાક એમને વિ. સં ૧૩પરની આસપાસમાં થયેલા સાંગણના પુત્ર હોવાની સંભાવના કરે છે. એક મત પ્રમાણે આ કવિ વિક્રમ તે ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના ભક્ત શ્રાવક છે.*
૧. આ “નિર્ણયસાગર મુ. દ્વારા” છપાવાયેલી છે. ૨. “જૈન” કહેવાનું કારણ એ છે કે આવાં અજૈન કાવ્યો પણ છે. ૩. આ કાવ્ય “કાવ્યમાલા” (ગુ. ૨)માં નેમિદૂતના નામથી પ્રકાશિત થયેલું છે. વળી એ ગુણવિનયકૃત સંસ્કૃત વ્યાખ્યા, શ્રી. હિંમતસિંહે રચેલા હિંદી પદ્યાનુવાદ તથા ગુણવિનયની ગુરુપરંપરા તેમ જ એમની કૃતિઓના નિર્દેશ સહિત “હિંદી જૈનાગમ પ્રકાશક સુમતિ કાર્યાલય” તરફથી વિ. સં. ૨૦૦૫માં છપાવાઈ છે. જૈ. સા. ઈ. (પૃ. ૪૯૫) પ્રમાણે દિ. પં. ઉદયલાલજી કાપલીવાલનો હિન્દી અનુવાદ
છપાયેલો છે. ૪. આને કેટલાક નેમિદૂત કહે છે પરંતુ એમાં નેમિનાથ દૂતરૂપ નથી કે એ કોઈને દૂત તરીકે મોકલતા નથી.
એથી આ નામ એક રીતે વિચારણીય ગણાય. ૫. વિ. સં. ૧૩૫૩ના એક શિલાલેખમાં “હુંકાર” વંશના સાંગણનો ઉલ્લેખ છે. “હુંકાર'નો અર્થ “હુંબડી કરી
એ સાંગણ તે આ પ્રસ્તુત સાંગણ છે એવું અનુમાન પં. નાથુરામ પ્રેમીએ દોર્યું છે (જુઓ જે. સા. ઈ.નું પૃ. ૪૯૩)પણ એ વિશેષ વિચાર માંગી લે છે. ૬. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૪૯૧) ૭. આનો ઉપયોગ ગુણવિનયની ટીકાવાળી ઉપર્યુક્ત આવૃત્તિ માટે કરાયો છે. ૮. જુઓ ગુણવિનયની ટીકાવાળી આવૃત્તિ (પૃ. ૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org