________________
P ૪૩૧
P ૪૩૨
૨૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૩૧ ભગિની અર્થમાં ભગ્નીનો અને પૃ. ૧૧૭માં “ગજ અર્થમાં ગર્જના પ્રયોગ અંગે મારું લક્ષ્ય શ્રીવિજયધુરંધરસૂરિજીએ થોડા વખત ઉપર ખેંચ્યું હતું.'
(૪) પાર્થનિસ્તવન- આ ૪૫ (૪૪ + ૧) પદ્યના કર્તાનું નામ જાણવામાં નથી. એ “લ્યાણતિનિત”થી શરૂ થાય છે. એનું અંતિમ પદ્ય પ્રશસ્તિરૂપ છે જ્યારે બાકીનાં પડ્યો કલ્યાણમન્દિર સ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ છે. અંતિમ પદ્યમાં “મહિમા” શબ્દ બે વાર વપરાયો છે. એ દ્વારા કર્તાએ પોતાના નામનો અંશ સૂચવ્યો હોય તો ના નહિ.
(૫) પાર્શ્વનાથ-સ્તોત્ર- લીંબડીના ભંડારના સૂચીપત્ર (પૃ. ૯૪)માં આ ૧૬૧૩ ક્રમાંકવાળું સ્તોત્ર કલ્યાણમન્દિર સ્તોત્રની પાદપૂર્તિ તરીકે નોંધાયું છે.
(૬) કલ્યાણમદિર-પાદપૂર્તિ-સ્તવન- આના કર્તા કાન્તિવિજયગણિ છે. આ સ્તવનની હાથપોથી ભાવનગરના પ્રેમચંદ રતનજીના ભંડારમાં છે.
(૭) કલ્યાણમન્દિર-પાદપૂર્તિ-સ્તવન- આના કર્તા પ્રેમજી મુનિ છે. આ સ્તવનની એક હાથપોથી પ્રવર્તક કાન્તિવિજયજીના ભંડારમાં છે.
(૮) વીરસ્તુતિ– આ સ્તુતિમાં કલ્યાણમદિર સ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પાદપૂર્તિરૂપ ચાર પદ્યો છે. એના કર્તાનું નામ જાણવામાં નથી.
(૯) 'વીર-જિનસ્તુતિ– આ ચાર પદ્યની અજ્ઞાતકર્તક સ્તુતિ ઉપર્યુક્ત વરસ્તુતિની જેમ કલ્યાણમન્દિરસ્તોત્રના આદ્ય પદ્યનાં ચારે ચરણોની પૂર્તિરૂપ છે આ સ્તુતિના આદ્ય પદ્યનું દ્વિતીય ચરણ “કુર્મવારથી શરૂ થાય છે.
(૧૦) "વિજયાનન્દ-સૂરીશ્વર-સ્તવન (વિ. સં. ૧૯૯૨)- આના કર્તા “દક્ષિણવિહારી' અમરવિજયજીના શિષ્ય સાહિત્યપ્રેમી ચતુરવિજયજી છે. એમણે કલ્યાણમન્દિરસ્તોત્રના પ્રત્યેક પદ્યના ચતુર્થ ચરણની પાદપૂર્તિરૂપ આ સ્તવન ૪૯ (૪૪ + ૫) પદ્યમાં વિ. સં. ૧૯૯રમાં રચ્યું છે. એનાં છેલ્લાં પાંચ પદ્યો પ્રશસ્તિરૂપ છે. આ સ્તવનનો પ્રારંભ “ય:શ્રિય'થી કરાયો છે.
(૧૧) પૂજ્યગુણાદર્શ-કાવ્ય- આના કર્તા સ્થાનકવાસી મુનિશ્રી ઘાસીલાલજી છે. ૧. આ બદલ હું આ સૂરિજીનો ઋણી છું. ૨. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૧, પૃ. ૨૦૮-૨૧૬)માં છપાવાયું છે. ૩. જૈનધર્મવરસ્તોત્રની મારી સંસ્કૃત પ્રસ્તાવના (પૃ. ૩)માં એ છપાયાનો જે મેં ઉલ્લેખ કર્યો છે તે બ્રાંત છે.
તે છપાવવાની ‘હા’ પડાતાં પ્રસ્તાવના તૈયાર કરાઈ એથી આમ બનવા પામ્યું છે. ૪. આ સ્તુતિ જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧૫-૧૬)માં છપાઈ છે. ૫. આ સ્તવન “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મ શતાબ્દિ સ્મારક ગ્રંથ” (પૃ. ૮૧-૯૦)માં છપાયું છે. ૬. આ અનુવાદ સહિત શ્રીલાલચરિત્રમાં છપાયું છે. ૭. કલ્યાણમદિર-પાદપૂર્યાત્મક-સ્તોત્ર- આના કર્તા પ. ગિરધર-શર્મા છે. એઓ અજૈન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org