________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૭૬-૩૮૦]
૨૩૩ સ્વસ્તિકનાં ઉદાહરણરૂપ છે.' આ ચારેનાં ચિત્રો સટીક સંપૂર્ણ સ્તોત્ર સહિતની આવૃત્તિમાં અપાયાં છે. અહીં એ ઉમેરીશ કે બધૂક-સ્વસ્તિક મારવાડમાં પ્રચલિત હોવાનું કોઈ કોઈ કહે છે.
ટીકા- આ છપાવાઈ છે. અનુવાદ– આ હિંદી અનુવાદ પહેલાં ચૌદ પદ્યો પૂરતો જ છે અને એ પ્રકાશિત છે.
*પાર્શ્વદેવ-સ્તવન (લ. વિ. સં. ૧૪૭૦)- આ ૧૩ પદ્યના સ્તવનના કર્તા “અંચલ' ગચ્છના જયકીર્તિસૂરિ છે. એઓ વિ. સં. ૧૫૧૨માં ચિત્તોડમાં નલદવદત્તીરાસ રચનાર ઋષિવર્ધનના ગુરુ થાય છે. એમની આ કૃતિ ઉપલક દૃષ્ટિએ વિચારનારને તો “ભુંજગી' છંદમાં રચેલી ગુજરાતી કવિતા લાગે, પરંતુ એની “વ્યાખ્યામાં જે અન્ય રીતે પદચ્છેદ કરી પ્રત્યેક પદ્ય રજૂ કરાયું છે તે વિચારતાં એ રે ૩૭૯ આશ્ચર્યકારક સંસ્કૃત રચના છે એ વાત સ્પષ્ટપણે જોઈ શકાય છે. નમૂના તરીકે હું આ કૃતિનું આદ્ય પદ્ય રજૂ કરું છું :
સદા વાસના પાસના પાય પેષી,
નવાં કાજ સંસારનાં હો ઉવેષી, ધરઈ નામ જે તાહરલે દેવ હીયઈ.
મહીના હિ તેના હવા મે મહીયઈ. ૧” ખરી રીતે આ નીચે મુજબનું સંસ્કૃત પદ્ય છે :"सदावासनापासनापायपेषी
नवाङ्काजसं सार नाहो उवेषी । धरईनामजेताऽहर उदेव ही य इ
महीनाहितेना हवामे महीय इम् ॥" વ્યાખ્યા- આના કર્તાનું નામ જાણવામાં નથી. એ છપાયેલી છે."
ભોજ્યાદિનામગર્ભિત સાધારણ-જિન-સ્તુતિ (લ. વિ. સં. ૧૪૭૦)- “ગપ્પારાયણ''થી શરૂ થતી આ બાર પદ્યની સ્તુતિના કર્તા દેવસુન્દરસૂરિના શિષ્ય સાધુરાજગણિ છે. એમાં જાતજાતના ખાદ્યાદિ પદાર્થોનાં ગુજરાતી નામ ગૂંથી લેવાયાં છે અને એ રીતે આ આશ્ચર્યજનક (ચિત્રકૃત) સ્તોત્ર છે. આ કૌતુકભરી રચના વિબુધ ધૃતસાગરને અંગે કરાઈ છે. એમાં જણાતાં ગુજરાતી નામો શ્લોકદીઠ હું નીચે મુજબ રજૂ કરું છું –
P. ૩૮૦
૧. એજન પૃ. ૧૩૯-૧૪૦. ૨-૩. જૈનસ્તોત્રરત્નાકર ભા.૨ ૫.૩૪ અનેકાન્ત વર્ષ ૧ અંક ૮-૧૦. ૪. આ સ્તવન અજ્ઞાતકર્તૃક વ્યાખ્યા સહિત જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨, પૃ. ૧૨૯-૧૩૯)માં પ્રકાશિત થયેલું છે. ૫. આ ઉપર્યુક્ત પુસ્તકમાં પ્રકાશિત છે. ૬. જુઓ પૃ.I.L.D (2nd Instal.PIII) ૭.આ સ્તુતિ સ્વીપજ્ઞ વૃત્તિ સહિત જૈનસ્તોત્રસંગ્રહ (ભા. ૨, પૃ. ૧-૨૫)માં છપાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org