________________
પ્રકરણ ૨૯ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૭૩-૩૭૬]
૨૩૧ "ઋષિમંડલસ્તવયત્રાલેખન- ઋષિમંડલસ્તવને આધારે યંત્રનું આલેખન કેમ કરવું એ બાબત ગણિતજ્ઞ અને માન્ટિક સિંહતિલકસૂરિએ આ કૃતિ દ્વાર ૩૬ પદ્યોમાં રજૂ કરી છે. વિક્રમના ચૌદમા સૈકામાં વિદ્યમાન આ સૂરિ વિબુધચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. એમની અન્ય કૃતિઓ વગેરે અંગેની માહિતી મેં જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૨૦૫, ૨૯૧, ૨૯૨ અને ૩૧૮)માં આપી છે. P ૩૭૫
ઋષિમંડલયત્રલેખનવિધિ- આ અજ્ઞાતકર્તૃક વિધિનો પ્રારંભ “તીર્થમvસં કૃત્વા, છૂટાક્ષણિ'થી થાય છે. આ કૃતિ જૈ. સા. વિ. મંગમાં છપાયેલી છે.' | ઋષિમંડલસ્તવ ( )- આ ૭0 કારિકામાં રચાયેલા સ્તોત્રના કર્તા મેરૂતુંગસૂરિ છે. એની કોઈ હાથપોથી મળે છે ખરી ?
આ મેરૂતુંગસૂરિ તે કદાચ પ્રબન્ધચિન્તામણિના કર્તા કે કાતત્ર ઉપર સંસ્કૃતમાં બાલાવબોધ રચનારા હશે કે “સંભવનાથચરિત્રના કર્તા હશે.
ઋષિમંડલસ્તવ ( )- આના કર્તા ઋષિ પાલિ (?) છે. ટીકા- આ કોઈકે રચી છે.
વીરસ્તવ (લ. વિ. સં. ૧૪૫૦)- “વિશ્વશ્રી દ્ધ'થી શરૂ થતા આ સ્તવના કર્તા મુગ્ધાવબોધ ઔક્તિક વગેરેના પ્રણેતા કુલમંડનસૂરિ છે. આ ૨૧ પદ્યનો સ્તવ નિમ્નલિખિત P ૩૭૬ બંધોથી વિભૂષિત છે :
ચક્ર, મૂસળ, શૂળ, શ્રીકરી, ચામર, હળ, ભાલો, ધનુષ્ય, તરવાર, શક્તિ, છત્ર, રથ, કુંભ (પૂર્ણ કળશ), કમળ, બાણ, ત્રિશૂળ અને વજ.
આ બંધોના નામો અંતિમ પદ્યમાં ગણાવાયાં છે. એમાં જે ૧૫મું પદ્ય “અર્ધ-ભ્રમમાં છે તેનો પણ સાથે સાથે નિર્દેશ છે. વીસમા પદ્યના પ્રારંભમાં આ સ્તવને અંગે “અષ્ટાદ્રવિત્રવઋવિમર્ત” એવું વિશેષણ વપરાયું છે. ગુર્વાવલી (શ્લો. ૭૮)માં “અષ્ટાદશારચક્ર' તરીકે જેને વિષે ઉલ્લેખ છે તે આ જ સ્તવ હોય એમ લાગે છે. ૧. આ કૃતિ પં. શ્રીધુરંધરવિજયગણિના ગુજરાતીમાં અનુવાદ અને ભાવાર્થ, શ્રી અમૃતલાલ કાલિદાસ દોશીના
સારાંશ દર્શન, દસ પરિશિષ્ટો, (દ્વિતીય પરિશિષ્ટ તરીકે ૪૮ લબ્ધિનાં અને દસમા તરીકે ૬૪ ઇન્દ્રોનાં નામ), ઋષિમંડલની ચત્રલેખનવિધિ (સંસ્કૃત)માં તેમ જ શબ્દસૂચિ સહિત “જૈન સાહિત્ય વિકાસ મંડલ” તરફથી ઈ. સ. ૧૯૬૧ પ્રસિદ્ધ કરાયેલી છે. વિશેષમાં આ મંડલે સિંહતિલકસૂરિએ દર્શાવેલા આમ્નાય
અનુસાર ‘ઋષિમંડલ-મંત્ર ચાર રંગમાં આજ વર્ષમાં (. સ. ૧૯૬૧માં) છપાવ્યું છે. ૨. આ પ્રકાશિત છે. જુઓ ઉપરનું ટિપ્પણ.
૩. જુઓ પૃ. ૧૪૦. ૪. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૧ અને ૨૭૧) ૫. જુઓ પૃ. ૬. ૬. આ પ્રકાશિત છે. જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૮) ૭. આનો પરિચય મેં જૈ. સં. સા. સા. ઈ. (ખંડ ૧, પૃ. ૪૭ અને ૪૯-૫૧)માં આપ્યો છે. ૮. જુઓ TL D (2nd instal, pp. 112-113) અહીં પ્રસ્તુત પદ્યો પણ મેં આપ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org