________________
પ્રકરણ ૨૮ : શ્રવ્ય કાવ્યો ઃ સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૩૧૨-૩૧૫]
૧૯૫ દિગંબરોને પણ માન્ય છે. એથી એ ઘણું પ્રાચીન હશે એમ પ્રો. વિન્તર્નિન્સનું માનવું છે.' કાવ્યાનુશાસન (અ. ૨, સૂ. ૩)ની અલંકારચૂડામણિ નામની સ્વપજ્ઞ વૃત્તિ (પૃ. ૧૦૭)માં આ સ્તોત્રનો બારમો શ્લોક જોવાય છે એથી આ સ્તોત્ર “કલિ” હેમચન્દ્રસૂરિના સમય કરતાં તો દોઢસો એક વર્ષ જેટલું તો પ્રાચીન P ૩૧૪ હશે જ એમ મારું માનવું છે.
આ સ્તોત્રમાંના પહેલાં ૪૩ પદ્ય વસન્તતિલકામાં અને ૪૪મું પદ્ય આર્યામાં છે. આમ એ કલ્યાણમદિર સ્તોત્ર સાથે છંદની બાબતમાં તો સમાનતા ધરાવે જ છે. આ બંને સ્તોત્રનું સંતુલન મેં મારી આવૃત્તિમાં કર્યું છે. ઋષભદેવના ગુણોત્કીર્તનરૂપ આ સ્તોત્રમાં તમે ખરેખર બુદ્ધ, શંકર, ધાતા અને પુરુષોત્તમ છો એમ એમની સ્તુતિ કરાઈ છે. સુપ્રસિદ્ધ અજૈન દેવોનાં નામ વડે સ્તુતિ કરવાની પહેલ પઉમચરિયા (ઉ. ૨૮, પદ્ય ૪૮)માં કરાઈ છે. એ પૂર્વે કોઈએ તેમ કર્યું હોય એમ જણાતું નથી.
આ સ્તોત્રમાં અશોક વૃક્ષ, સિંહાસન, ચામર અને છત્ર એ ચાર જ પ્રાતિહાર્યો વર્ણવાયાં છે. એથી કેટલાક દિગંબરો એને ત્રુટિ ગણે છે અને એવા કોઈકે ૩૧મા શ્લોક પછી બીજાં ચાર પદ્યો ઉમેરી એ ત્રુટિને દૂર કરવા પ્રયાસ કર્યો છે, પરંતુ કેટલાયે વિદ્વાનો અને પ્રક્ષિપ્ત ગણે છે અને એ વાત સમુચિત જણાય છે.'
આઠ જાતનાં ભયનું નિવારણ આ સ્તોત્રના જાપથી થાય છે એવી માન્યતા જોવાય છે. બાણ અને મયૂરની પેઠે ચમત્કારથી લોકોને ચકિત કરવા આ રચાયાની પણ માન્યતા પ્રવર્તે છે. ગમે તેમ પણ આ સ્તોત્રને અંગે યંત્રો, મંત્રો, વિધિ વગેરે સામગ્રી નજરે પડે છે.
વિવરણો– આ સ્તોત્ર ઉપર વિવિધ વિવરણો રચાયાં છે. એ યથાસાધન કાલાનુક્રમે નીચે P ૩૧૫ મુજબ દર્શાવું છું :(૧) 'વિવૃતિ- આ “રુદ્રપલ્લીય' ગચ્છના ગુણાકરસૂરિએ વિ. સં. ૧૪૨૬માં ૧૫૭૨ શ્લોક
જેવડી રચી છે. પ્રારંભમાં એમણે આ સ્તોત્રની ચમત્કારી ઉત્પત્તિ વર્ણવી છે. વળી એમણે કેટલાંક પદ્યને અંગે મંત્ર અને કથા રજૂ કર્યા છે.
પર્યાય- આ રામચન્દ્રસૂરિની વિ. સં. ૧૪૭૧ની રચના છે. (૩) સુખબોધિકા- આ વૃત્તિ વાચનાચાર્ય દેવસુન્દરની અભ્યર્થનાથી અમરપ્રભસૂરિએ રચી છે.
(૨)
૧. જુઓ H I L (Vol. |, p. 549). ૨. આ ચાર પધો બે જાતનાં જોવાય છે. જુઓ ઉપર્યુક્ત મારી આવૃત્તિની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૨) તેમ
જ મહા. નવ.ની પ્રસ્તાવના (પૃ. ૯)આ પ્રમાણેના ચચ્ચાર પદ્યો કેટલાં પ્રાચીન છે તેની તપાસ થવી ઘટે. ૩. “અનેકાંત” (વ. ૨, પૃ. ૬૯) માં આને અંગે ચર્ચા કરાઈ છે. ૪. ભક્તા. સ્તોત્રત્રયની આવૃત્તિમાં આ પ્રકાશિત છે. ૫. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૮૭)માં જણાવ્યા મુજબ કોઈ કોઈ હાથપોથીમાં એમનો ગુણસુન્દર તરીકે
ઉલ્લેખ છે. ૬. એકંદર ૨૮ કથા છે. આ અઠ્ઠાવીસેનું ગુજરાતી ભાષાંતર મહા. નવ. (પૃ. ૩૧૬-૪૦૬)માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org