________________
પ્રકરણ ૨૭ : શ્રવ્ય કાવ્યો : સ્તુતિ સ્તોત્રો : પ્રિ. આ. ૨૯૧-૨૯૪].
૧૮૩ નિર્દેશ કર્યો છે એના સમર્થનાર્થે દ્વાર્નાિશિકાઓનો ઉપયોગ કર્યો છે. [‘સિદ્ધસેન દિવાકર વ્યક્તિત્વ એવું કૃતિત્વ' ડો. પ્રકાશ પાંડેય, પ્ર. પાનાથ વિદ્યાપીઠ વારાણસીમાં પણ કેટલીક ચર્ચા કરવામાં આવી છે.]
ટીકા- સિદ્ધસેન દિવાકરની એકવીસ બત્રીસીઓ જેવી છપાઈ છે તેવી પણ જોઈ જતાં એમ ભાસે છે કે એ એમના સમ્મઈ-પયરણ કરતાં ચડિયાતી છે. આ વાતને તથા એ બત્રીસીઓમાંથી અપાયેલાં અવતરણોને તેમ જ “કલિ.” હેમચન્દ્રસૂરિ જેવાના એને અંગેના પ્રશંસાત્મક ઉદ્ગારોને વિચારતાં એ મબાબત નવાઈ જેવી લાગે છે કે કોઈ પ્રાચીન ધુરંધર મુનિવરે આની ટીકા રચેલી જણાતી નથી. હા, એ વાત ખરી છે કે ૨૧મી દ્વાચિંશિકા ઉપર સોળમી સદીના “અંચલ' ગચ્છના ઉદયસાગરની ટીકા છે અને એ છપાયેલી છે.
એકવીસમી દ્વત્રિશિકાનું કર્તૃત્વ- એકવીસમી દ્વાર્નાિશિકા બીજી વીસ કાત્રિશિકાઓને મુકાબલે ભાષા, રચના અને વસ્તુની બાબતમાં ઉતરતી જણાય છે. આથી કેટલાક એને અન્ય કોઈ સિદ્ધસેનની કૃતિ માનવા અને કોઈક કારણસર એમની બીજી બત્રીસીઓની સાથે જોડાઈ ગઈ છે એમ કહેવા ? ૨૯૪ પ્રેરાયા છે. મને તો એમ લાગે છે કે કોઈ પણ ગ્રંથકારની બધી જ કૃતિઓ એકસરખી તેજસ્વી ભાગ્યે જ હોઈ શકે. એમાં વય, વિષય, અનુભવ, રુચિ, પરિસ્થિતિ ઇત્યાદિ અનેક કારણો રહેલાં છે. ડૉ. ટાગોર જેવાનાં પણ બધાં કાવ્યો કયાં એકસરખી કોટિનાં છે ! આથી એમ કેમ ન બન્યું હોય કે સિદ્ધસેન દિવાકર ઊગતા કવિ હશે ત્યારની એમની આ કૃતિ હોય ? આ તો સિદ્ધસેનની જ રચેલી આ બત્રીસી હોય તો તે એની બીજી કૃતિઓથી જુદી તરી આવતી હોવા છતાં એ ઘટના કેવી રીતે સુસંગત હોઈ શકે એને અંગેની મારી આ કલ્પના છે.
આ સંબંધમાં મને એક બીજો પણ વિચાર આવે છે. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૩૪૯)માં સિદ્ધસેન દિવાકરની કૃતિ તરીકે વિશતિદ્રાવિંશિકાની નોંધ છે એટલું જ નહિ પણ એની એક હાથપોથી છાણીના ભંડારમાં અને બીજી અમદાવાદના ડહેલાના ઉપાશ્રયના ભંડારમાં હોવાનો ઉલ્લેખ છે. આ વિચારતાં મને બે પ્રશ્ન ફુરે છે. :
(૧) શું આ ખરેખર સિદ્ધસેન દિવાકરની કૃતિ છે ?
(૨) જો એમ જ હોય તો એમાં કઈ કઈ ધાર્નિંશિકાને સ્થાન અપાયું છે ? એમાં ૨૧મી મહાવીર-ધાર્નાિશિકાનો સમાવેશ થાય છે ?
૧. આ કાર્ય અંશતઃ મેં કર્યું છે. જુઓ મારો લેખ નામે “સિદ્ધસેનીય કાત્રિશિકાઓમાંથી અવતરણો” આ લેખ
બે કટકે “આ. પ્ર.” (પુ. ૫૦, અં. ૫ અને ૬)માં છપાયો છે. દ્વાદશારનયચક્રની સિંહસૂરિકૃત વૃત્તિ (પૃ. ૪ અને ૨૦૮ GOS)માં દ્વાáિશિકામાંથી એકેક અવતરણ અપાયું છે. ૨.“વવ સિદ્ધસેનતુતયો મહાથ ? | શિક્ષિતાના પક્ષના વવ વૈષા ? | तथापि यूथाधिपतेः पथिस्थः स्खलद्गतिस्तस्य शिशुर्न शोच्यः॥३॥"
–અયોગવ્યવચ્છેદાવિંશિકા ૩. આ નામ કોણે યોયું છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org