________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૬૨-૨૬૫]
૧૬૫ અભ્યર્થનાથી આ કાવ્ય લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર સુમતિ સાધુના રાજ્યમાં રચ્યું છે. આમાં એમણે નિમ્નલિખિત મહાશ્રાવકોનાં-મહાવીરસ્વામીના અગ્રગણ્ય જૈન ઉપાસકોનાં ચરિત્ર ઉવાસગદસાને આધારે યોજ્યાં છે :
(૧) આનન્દ, (૨) કામદેવ, (૩) ચલણીપિતૃ, (૪) સુરાદેવ, (૫) ક્ષુલ્લક-શતક, (૬) કુંડકોલિક, (૭) સદાલપુત્ર, (૮) મહાશતક, (૯) નદિનીપિતૃ અને (૧૦) સાલિહિપિતૃ."
અંજના-સુન્દરી-કથાનક (લ. વિ. સં. ૧૬૨૦)- આ ૩૦૩ પઘોમાં રચાયેલા કથાનકના કર્તા ખરતર' ગચ્છના જિનહંસના શિષ્ય પુણ્યસાગર છે. એઓ જિનેશ્વરસૂરિકૃતિ “રચિત-દંડક-સ્તુતિ ઉપર વિ. સં. ૧૬૨૪માં વૃત્તિ રચનાર પધરાજના ગુરુ થાય છે. એમણે આ કથાનક દ્વારા હનુમાનની માતા
અંજનાસુન્દરીનું ચરિત્ર આલેખ્યું છે. આ સતીના પતિનું નામ પવનંજય છે. એના પુત્ર હનુમાન ચરમશરીરી હોઈ એ જ ભાવમાં મુક્તિએ ગયા છે. [ખરતરગચ્છીય રત્નમૂર્તિના શિષ્ય મેરૂસુન્દર ઉપાધ્યાયે ૧૬મી સદીમાં અંજનાસુંદરીચ. રચ્યું છે. જિ. ૨. કો. પૃ. ૪ શ્રીમુક્તિવિમલગણિનું અંજનાસું. ૨. પ્રસિદ્ધ થયું છે.]
હનુમચ્ચરિત્ર- હનુમાનના ચરિત્ર તરીકે ચાર દિ. કૃતિઓ રચાઈ છે. એના કર્તાનાં નામ અનુક્રમે નીચે મુજબ છે :
(૧) વીરસિંહના પુત્ર બ્રહ્મ અજિત, (૨) બ્રહ્મ જિનદાસ, (૩) બ્રહ્મ દયાળ અને (૪) રવિષેણ.
*શીલપ્રકાશ (વિ. સં. ૧૬૩૪)- આ સાત સર્ગનું કાવ્ય પધસાગરગણિએ રચ્યું છે. એઓ ઉપાધ્યાય ધર્મસાગરગણિના શિષ્ય વિમલસાગરગણિના શિષ્ય થાય છે. એમણે "ઉત્તરાધ્યયનકથાસંગ્રહ (વિ. સં. ૧૬૫૭), જગદ્ગુરુકાવ્ય, નયપ્રકાશાષ્ટક (વિ. સં. ૧૬૩૩) ૧. આ નામો મેં ઉપાસગદાને આધારે આપ્યાં છે કેમકે આ કાવ્ય છપાયેલું નથી તેમ જ એની કોઈ
હાથપોથી મારી સામે નથી. આ દસ શ્રાવકો વિશે સંક્ષિપ્ત નોંધ મેં આ. દિ. (પૃ. ૧૦૩-૧૦૫)માં લીધી છે. ૨. એને લગતી એક કથા કેઈકે “અપભ્રંશ”માં રચી છે એમ પત્તન સૂચી (ભાગ ૧, પૃ. ૧૮૪) જોતાં જણાય
છે. વળી “ખરતર' ગચ્છના જિનચન્દ્રસૂરિની શિષ્યા ગુણસમૃદ્ધિ મહત્તરાએ ૫૦૩ પદ્યમાં જ. મ. માં અંજણાસુન્દરીચરિય રચ્યું છે. આ ઉપરાંત દિ0 અદાસે તેમ જ દિ. હસ્તિમલે અંજના-પવનંજય-નાટક નામની એકેક કૃતિ રચી છે. ૩. એમને અંગે હૈમ ત્રિષષ્ટિ.માં વિસ્તારથી વિચાર કરાયો છે. ૪. આ કૃતિ હીરાલાલ હંસરાજ તરફથી ઈ. સ. ૧૯૧૧માં પ્રકાશિત કરાઈ છે. ૫. આના પરિચય માટે જુઓ D C G C M (Vol. XVI, pt. 3, No. 684). ૬. આ “ય. જે. ગ્રં.”માં છપાવાયું છે પરંતુ એમાં પ્રકાશનવર્ષનો ઉલ્લેખ નથી. આની વિ. સં. ૧૬૪૬માં
લખાયેલી એક હાથપોથી મળે છે. ૭. આ બંને કૃતિઓ એક જ પુસ્તકરૂપે પાટણની “હેમચન્દ્રસભા” તરફથી ઈ. સ. ૧૯૧૮માં પ્રસિદ્ધ કરાઈ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org