________________
૧૬૨
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૬ કૃતિઓ પછીથી રચવાનું કારણ દર્શાવતાં કહ્યું છે કે બાળકોને કડવું ઔષધ આપતાં પહેલાં ગોળ આપવો જોઈએ.
વૈરાગ્ય-ધનદૌલ વિ. સં. ૧૪૯૦)- આ ઉપર્યુક્ત ધનદની કૃતિ છે. એનો વૈરાગ્ય-શતક તરીકે નિર્દેશ કરાય છે. એમાં સમ્પરામાં ૧૦૮ પદ્યો છે. એમાં વૈરાગ્ય, પ્રાણાયામ, ધ્યાન ઇત્યાદિ
બાબતો ઉપર પ્રકાશ પડાયો છે. P. ૨૫૯ 'કાદંબરી-મંડન (ઉં. વિ. સં. ૧૫૦૪)– માળવાના બાદશાહને બાણે રચેલી કાદંબરી
સાંભળવાની ઈચ્છા થવાથી એણે મંડનને કહ્યું કે ટૂંકમાં મને એ સંભળાવો. આ ઉપરથી મંડને “અનુષ્ટ્રભરમાં ચાર પરિચ્છેદ પૂરતી કાદંબરી રચી અને એનું નામ કાદંબરી-મંડન રાખ્યું.
ચન્દ્રવિજય (ઉ. વિ. ૨ ૧૫૦૪)– આના કર્તા પણ મંડન છે. એમણે બે પટલમાં ૧૪૧ પદ્યોમાં આ લલિત કાવ્ય રચી એ દ્વારા ચન્દ્રની ઉત્પત્તિ, એની સૂર્ય સાથે શત્રુતા, એ બે વચ્ચેનું યુદ્ધ, ચન્દ્રનો વિજય અને એનો તારા સાથેનો વિહાર એ બાબતો અહીં રજૂ કરી છે.
“શૃંગાર-મંડન (ઉં. વિ. સં. ૧૫૦૪)- આ પણ મંડનની કૃતિ છે. એમણે આમાં “શૃંગાર રસ-પલ્લવિત કરનારાં ૧૦૮ પ્રકીર્ણ પદ્ય રચ્યાં છે.
‘શ્રીપાલચરિત્ર (વિ. સં. ૧૫૧૪)– આના કર્તા પૌર્ણનીય ગચ્છના ગુણસમુદ્રસૂરિના શિષ્ય P ર૬૦ સત્યરાજગણિ છે. એમણે આ ચરિત્ર વિ. સં. ૧૫૧૪માં ૪૯૮ પઘોમાં રહ્યું છે અને એ દ્વારા
એમણે નવપદની–સિદ્ધચક્રની આરાધનાનો મહિમા દર્શાવનારી શ્રીપાલ નરેશ્વરની કથા પૂરી પાડી છે. આ રાજાની રાણી મયણાસુંદરી “આપકર્મી છે જ્યારે એ રાણીની બેન સુરસુંદરી “બાપકર્મી છે. આપકર્મીનો વિજય અને બાપકર્મીની અપમાનજનક પરિસ્થિતિ એ ‘બે બાબત આ ચરિત્રમાં તરી આવે છે. ૧. આ કૃતિ “કાવ્યમાલા” (ગુ. ૧૩)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. ૨. આ કાવ્ય પાટણની “હેમચન્દ્ર-સભા” તરફથી ગ્રંથાંક તરીકે પ્રકાશિત કરાયું છે. આની એક હાથપોથી
વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૩. આ “હેમચન્દ્ર સભા” તરફથી ગ્રંથાંક ૧૦ તરીકે પ્રકાશિત થયેલ છે. એની એક હાથપોથી વિ. સં.
૧૫૦૪માં લખાયેલી મળે છે. ૪. આ “હેમચન્દ્ર સભા” તરફતી કાવ્યમંડનની સાથે સાથે વિ. સં. ૧૯૭૬માં પ્રકાશિત કરાયું છે. આની પણ
એક હાથપોથી વિ. સં. ૧૫૦૪માં લખાયેલી મળે છે. ૫. આ કૃતિ “વિજયાદાનસૂરીશ્વર ગ્રંથમાલા”માં વિ. સં. ૧૯૯૫માં છપાઈ છે. ૬. કોઈ કોઈ પદ્ય જ. મ. માં છે. એક તો ગુજરાતીમાં છે. ૭. આથી અરિહંત (તીર્થકર), સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ નવ પદ
સમજવાનાં છે. ૮. સ્વ. ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ “શ્રીપાલ રાજાનો રાસ”ને કે પછી એવી કોઈ કૃતિને આધારે આ બે
બાબતને અંગે “વીણાવેલી” નામનું ગુજરાતીમાં નાટક રચ્યું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org