________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ : પ્રિ. આ. ૨૫૧-૨૫૫]
૧૫૯ ચાર કહે છે કે એ બાળકમાં એવી બુદ્ધિ ક્યાંથી હોય ? એ સાંભળી યમઘંટા રોહકની કથા વિસ્તારથી કહે છે. એ સાંભળી એ ચાર જાય છે.
થોડી વારે પેલો પાદુકાવાળો આવે છે અને રત્નચૂડ બધું આપે તો રાજી થયો એમ પોતે કહેનાર છે એમ કહે છે. યમઘંટા કહે છે કે એમાં તું ફાવીશ નહિ. એમ કહી સોમશર્માના પિતાનીશેખચલ્લી જેવા વિચાર કરનારની કથા કહે છે અને ઉમેરે છે કે તારી પાદુકા હવે તને પાછી નહિ મળે, કેમકે એ તને પૂછશે કે રાજાને ત્યાં પુત્ર આવ્યો છે એથી તું રાજી થયો છે કે નહિ ત્યારે તારે રાજી થયો છું’ એમ જ કહેવું પડશે ને ?
એ ગયો એટલે પેલો કાણિયો આવ્યો. એને સુબુદ્ધિની કથા કહી. પછી એણે કહ્યું કે એ કહેશે કે મારે ત્યાં ઘણા જન આંખ ગીરો મૂકી ગયા છે તો તારી કઈ છે એ હું તોલીને કહી શકું : વાસ્ત બીજી આંખ કાઢી આપ એ સાંભળી કાણિયો ચાલતો થયો.
P. ૨૫૪ થોડી વારે પેલા ચાર વણિક આવ્યા અને એમણે કહ્યું કે સમુદ્રનું માપ કઢાવવાની અને શરત કરી આવ્યા છીએ. હવે એ પરદેશીનું ધન અમને મળી જશે. યમઘંટાએ કહ્યું કે તમે જ ફસાયા છો, કેમકે એ તો કહેશે કે મેં સમુદ્રનું માપ કાઢવાનું કહ્યું છે, નહિ કે એમાં જે નદીનું પાણી આવે છે તેનું. માટે તમે નદીના જળને દૂર કરો એટલે હું સમુદ્રના જળનું માપ કાઢી આપું. બોલો, તમે નદીના જળને કેવી રીતે રોકશો ? પેલાઓએ કહ્યું કે આવી બુદ્ધિ એનામાં ક્યાંથી હોય ? એ સાંભળી યમઘંટાએ શેઠની વહુ વઢકણી સોઢીની વાર્તા કહી સંભળાવી. હતાશ થયેલા પેલા વણિકો ચાલ્યા ગયા.
રણઘંટા રત્નચૂડને લઈને પાછી ફરી. રત્નચૂડે એનું સન્માન કર્યું અને એની રાજા લઈ એપોતાને આવાસે આવ્યો.
બીજે દિવસે પેલા બધા ધૂતારાઓ આવ્યા. રત્નચૂડે એમને સમજાવવા માંડ્યા પણ આથી તેમણે માન્યું નહિ. ત્યારે એ એમને લઈને રાજા પાસે ગયો. ત્યાં એણે એ બધાને યમઘંટા પાસે સાંભળેલા ઉત્તર આપી પરાસ્ત કર્યા. રાજા રાજી થયો અને બોલ્યો કે માંગ, માંગ જે માંગે તે આપું. રત્નચૂડે કહ્યું કે તમે અનીતિ છોડી દો. રાજાએ હા પાડી અને કહ્યું કે આ તો તેં મારા હિતની વાત કરી. હવે તારું કંઇ હિત કરી શકું તેવું કહે. એ ઉપરથી રત્નચૂડે રણઘંટાની માંગણી કરી. રાજાએ હા પાડી અને રણઘંટા રત્નચૂડની પત્ની બની. પછી રત્નચૂડ થોડે દિવસે પોતાને નગરે પાછો ફર્યો. થોડે દિવરો એના પિતાએ એક મુનિને રત્નચૂડ વિષે વાત પૂછી ત્યારે મુનિએ એણે પૂર્વે ભવમાં શ્રમણને દીધેલા દાનની હકીકત કહી સંભળાવી. વિશેષમાં એમણે રત્નચૂડ એટલે સંસારી જીવ, પાદુકા P. ૨૫૫ બનાવનાર તે રાગ ઇત્યાદિ બાબતો રૂપક તરીકે ઘટાવી. ૧. મહા-ઉમ્મગ્ન-જાતકમાં આવતી મહોસધની કથાનું આ સ્મરણ કરાવે છે. જુઓ H L (Vol II, pp.
138-139). ૨. જુઓ શ્લો. ૨૧૮-૩૧૦. ૩. જુઓ શ્લો. ૩૧૬-૩૨૯. ૪. જુઓ શ્લો. ૩૩૯-૩૯૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org