________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લઘુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૪૮-૨૫૧]
:
થાય છે.
૧૫૭
આ ઉપરથી આ પ્રસ્તુત મેઘદૂત વિ. સં. ૧૪૪૯ કરતાં તો પછી રચાયું નથી એમ ફલિત
આ કાવ્ય ચાર સર્ગમાં ‘મન્દાક્રાંતા’માં ૧૯૬ પદ્યમાં રચાયેલું છે.
વિષય નેમિનાથ રાજીમતી સાથે લગ્ન કર્યા વિના ચાલ્યા ગયા એથી એ સતી મૂર્છિત બની. ભાનમાં આવતાં એ મેઘને જુએ છે અને એનો સત્કાર કરે છે અને એના દ્વારા નેમિનાથને સંદેશો મોકલવા તૈયાર થાય છે. આમ કહી કવિ એમનો પરિચય કરાવે છે. પ્રથમ સર્ગમાં નેમિનાથની બાલક્રીડા અને પરાક્રમલીલા અને બીજામાં વસંતના વર્ણનની સાથે સાથે એ પ્રભુની વસંતક્રીડા આલેખાઈ છે. ત્રીજામાં વિવાહ મહોત્સવ અને નેમિનાથનો ગૃહત્યાગ વર્ણવાયા છે. ચોથામાં વિરહિણી રાજીમતી મેઘને પોતાની દશાથી પરિચિત કરે છે અને અંતે નેમિનાથને સંદેશો મોકલે છે એ વાત રજૂ કરાઈ છે.
આ કાવ્ય ઉપર નીચે મુજબનું વિવરણાત્મક સાહિત્ય છે :
(૧) વૃત્તિ– આના કર્તા મેરુતંગસૂરિ જાતે છે.
(૨) ટીકા- આના કર્તા ‘અંચલ’ ગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય શીલરત્ન છે. એમણે આ ટીકા માણિક્યસુન્દરની સહાયતાથી વિ. સં. ૧૪૯૧માં રચી છે. એમાં એમણે સિ. હે., કાવ્યાલંકાર વગેરેમાંથી અવતરણો આપ્યાં છે.
(૩) ટીકા– જયકીર્તિસૂરિના શિષ્ય મહીમેરુગણિએ ૧૪૪૪ શ્લોક જેવડી આ ટીકા વિ. સં. ૧૫૪૬માં રચી છે.
(૪) ટિપ્પન– કોઈકે ૪૫૦ શ્લોક જેવડું આ ટિપ્પન રચ્યું છે.
`સુલસાચરિત્ર (ઉ. વિ. સં. ૧૪૫૩)– આના કર્તા મલયસુન્દરીચરિત્રના પ્રણેતા ‘આગમ’ ગચ્છના જયતિલકસૂરિ છે. એમણે લગભગ ૫૪૦ શ્લોકમાં આઠ સર્ગમાં આ ચરિત્ર રચ્યું છે. એમાં સતી સુલસાનું જીવનવૃત્ત આલેખાયું છે
‘રત્નચૂડ-કથા (લ. વિ. સં. ૧૪૬૦)– આ ૫૪૮ પદ્યમાં રચાયેલી કથાના કર્તા રત્નસિંહસૂરિના શિષ્ય જ્ઞાનસાગર છે. એમણે આ દ્વારા દાનધર્મની વિશેષતા નિર્દેશી છે. અહીં અપાયેલી રત્નચૂડની કથા નીચે મુજબ છે
=
જૈન શ્રેષ્ઠી રત્નાકરની પત્ની સરસ્વતી સ્વપ્નમાં રત્નની રાશિ જુએ છે અને બીજે દિવસે સવારે એ બાબત એ એના પતિને કહે છે. શ્રેષ્ઠી સ્વપ્નપાઠકને મળે છે અને એ સ્વપ્નની ઉત્પત્તિના
૧.જૈ.આ.સ. તરફથી ઈ.સ. ૧૯૨૪માં આ પ્રકાશિત છે.
૨. આની વિ. સં. ૧૪૫૩માં લખાયેલી એક હાથપોથી અહીંના જૈનાનંદ પુસ્તકાલયમાં છે. ૩. આ ય. જૈ. ગ્રં.'માં વિ. સં. ૧૯૭૪માં પ્રકાશિત કરાઈ
એનો પ્રો. હર્ટલે જર્મનમાં અનુવાદ
“Indische Marchenromane”માં ‘લાઈપ્સિગ’'થી ઇ. સ. ૧૯૨૨માં છપાયો છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૨૫૦
P ૨૫૧
www.jainelibrary.org