________________
પ્રકરણ ૨૬ : શ્રવ્ય કાવ્યો : લધુ પદ્યાત્મક કૃતિઓ ઃ [પ્ર. આ. ૨૪૫-૨૪૮]
સ્વોપજ્ઞ વૃત્તિ– આ અત્યારે તો અનુપલબ્ધ છે.
'જગડૂચરિત' (લ. વિ. સં. ૧૩૭૫)–આ ધનપ્રભસૂરિના શિષ્ય સર્વાનન્દસૂરિએ સાત સર્ગમાં ૩૮૮ પદ્યમાં રચેલું ઐતિહાસિક કાવ્ય છે. સ. ૬, શ્લો. ૬૮માં ગુજરાતમાં વિ. સં. ૧૩૧૨-૧૫માં પડેલા દુકાળનું વર્ણન છે. એ સમયે કચ્છમાંના ભદ્રેશ્વરના શ્રીમાળી જૈન જગડુશાહે કેવી રાહત આપી તે અહીં વર્ણવાયું છે. સ. ૬, શ્લો. ૨૫માં રાજા વીસલદેવનો ઉલ્લેખ છે. કંથકોટ, ભદ્રેશ્વર વગેરેનાં વર્ણનો, લોકોની રીતભાત, સિંધ, કચ્છ વગેરેના રાજાઓને લગતી હકીકત ઇત્યાદિ વિવિધ બાબતો આ કૃતિમાં આલેખાઈ છે.
જગડુશાહપ્રબંધ– આની એક હાથપોથી લીંબડીના ભંડારમાં છે.
*કાલકાચાર્થકથા (લ. વિ. સં. ૧૪૦૦)– આનો પ્રારંભ ‘શ્રીવીરવાયાનુ’’થી થાય છે. એમાં ૬૫ પદ્યો છે. પાંચમની સંવત્સરીને બદલે ચોથની કરનાર કાલકસિરની કથા આમાં કોઈકે આલેખી છે. આની એક હાથપોથી વિ. સં. ૧૫૩૨માં લખાયેલી છે. આની તાડપત્રીય પ્રતિ પણ મળે છે. અને એ ઇ. સ.ની ૧૪મી સદીની આસપાસની હોવાનું મનાય છે.
૧૫૫
કાલકાચાર્યની કથાની વિવિધ વાચનાઓ (recensions)ની ચકાસણી કરી તેનું પૃથ્થક્કરણનું કાર્ય પ્રો. નોર્મન ડબલ્યુ બ્રાઉને `The Story of Kalakaમાં કર્યું છે.
કાલિકાચાર્યકથાસંગ્રહ- આનો પ્રારંભ આગમિક પ્રાચીન સાહિત્યમાંના છ સંદર્ભથી કરાયો છે. ત્યાર બાદ અનાગમિક સાહિત્યમાંથી કાલકસૂરિને અંગેની ૩૦ કથાઓ આપઈ છે. એનું સંપાદન પં. અંબાલાલ પ્રેમચંદ શાહે કર્યું છે. એમણે વિસ્તૃત ઉપોદ્ઘાત દ્વારા કથાકારોનો તેમ જ ‘કાલક’ નામના ત્રણ સૂરિનો અને એમને લગતી આઠ ઘટનાનો પરિચય આપ્યો છે. આ સંગ્રહમાં ઉપર્યુક્ત P. ૨૪૮ કથા ઉપરાંત નીચે મુજબની સ્વતંત્ર ૧૧ સંસ્કૃત કથાઓ છે
=
૧. આ મગનલાલ દલપતરામ ખખ્ખરે ગુજરાતી ભાષાંતર સહિત મુંબઈથી ઈ. સ. ૧૮૯૬માં પ્રકાશિત કર્યું છે. [‘હર્ષપુષ્પા.” ગ્રં. માં સં. ૨૦૩૯માં પ્રતાકાર અને પુસ્તકાકારે પ્રસિદ્ધ થયું છે.]
૨. કેસરકુશલે વિ. સં. ૧૭૧૬માં જગડુપ્રબંધરાસ રચ્યો છે. ભાવપ્રભસૂરિએ જૈનધર્મવરસ્તોત્રની સ્વોપજ્ઞ વૃત્તિ (પૃ. ૪૦-૪૩)માં સંક્ષેપમાં ‘‘જગડૂક-પ્રબંધ'' રજૂ કર્યો છે.
૩. એણે જિનેશ્વરોનાં, શિવનાં અને વિષ્ણુનાં મંદિરોનો જીણોદ્ધાર કરાવ્યો હતો અને મુસ્લિમો માટે મસીદ
બંધાવી હતી.
૪. આ કથા “દે. લા. જૈ. પુ. સંસ્થા’’ તરફથી જે ‘‘કલ્પસૂત્ર’’ ઈ. સ. ૧૯૧૪માં છપાયું છે તેના અંતમાં અપાઈ છે. વિશેષમાં આ જ કથા આ પ્રકાશન તેમ જ ૧૧ હાથપોથીઓના આધારે The Story of Kalakaમાં પૃ. ૯૮-૧૦૧માં છપાવાઈ છે. એનું સંપાદન આ કાલકસૂરિને અંગેની બીજી પાઈય કથાઓ અને એના અંગ્રેજી અનુવાદો વગેરે સહિત પ્રો. ડબલ્યુ નોર્મન બ્રાઉને કર્યું છે અને એ ચિત્રો સહિત વૉશિંગ્ટનના ‘સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુટ'' તરફથી ઇ. સ. ૧૯૩૩માં વૉશિંગ્ટનથી પ્રકાશિત કરાયું છે. આ ઉપરાંત આ કથા કાલકને બદલે ‘કાલિક’ એવા અશુદ્ધ પ્રયોગપૂર્વક જે ‘‘શ્રી કાલિકાચાર્યકથાસંગ્રહ'' શ્રી સારાભાઈ મ. નવાબે ૩૭ પ્લેઈટ (plate)ગત ૮૮ ચિત્રો સહિત ઈ. સ. ૧૯૪૯માં છપાવ્યો છે તેમાં પણ છે. ૫. આ પુસ્તક વૉશિંગ્ટનથી ઇ. સ. ૧૯૩૩માં છપાવાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
P ૨૪૭
www.jainelibrary.org