________________
P ૨૩૩
૧૪૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ સમાનનામક કૃતિઓ- ભોજપ્રબન્ધ નામની અન્ય કૃતિઓ પણ છે – (૧) શુભશીલગણિકૃત. આ ૩૭૦૦ શ્લોક જેવડી છે.
(૨) રાજવલ્લભ પાઠકકૃત. (૩) સત્યરાજગણિકૃત.
(૪) અજ્ઞાતકક. પ્રબન્ધપંચશતી યાને પંચશતીપ્રબો (બ) ધસંબધ (વિ. સ. ૧૫૨૧)- આના કર્તા "શુભશીલગણિ છે. એઓ લક્ષ્મીસાગર સૂરિના કે પછી રત્નમન્દિરમણિના શિષ્ય છે. એમણે નિમ્નલિખિત કૃતિઓ પણ રચી છે –
'ઉણાદિનામમાલા પંચવર્ગસંગ્રહનામમાલા પુણ્યધનનૃપકથા (૧000 પઘો) [હર્ષપુષ્પા ૧૨૬માં પ્રસિદ્ધ.] વિ. સં. ૧૪૯૬ પ્રભાવકકથા
વિ. સં. ૧૫૦૪ ભક્તામર સ્તોત્રમાહાભ્ય, ‘ભરતેશ્વર-બાહુબલિ-વૃત્તિ વિ. સં. ૧૫૦૯, ભોજપ્રબન્ધ, વિક્રમાદિત્યચરિત્ર
વિ. સં. ૧૪૯૦ (? ૧૪૯૯), શત્રુંજયકલ્પવૃત્તિ [આગમોદ્ધારક ગ્રં. ૪૧માં પ્રસિદ્ધ) વિ. સં. ૧૫૧૮, શાલિવાહનચરિત
વિ. સં. ૧૫૪૦ શીલવતીકથા (?) સ્નાત્રપંચાશિકા
લ. વિ. સં. ૧૫૩૦ અષ્ટકર્મવિપાક કિંવા કર્મવિપાક
પ્રસ્તુત કૃતિ ચાર અધિકારમાં વિભક્ત છે. એમાં અનુક્રમે ૨૦૩, ૨૨૩, ૫૦ અને ૧૪૮ કથાઓ છે. આમા એકંદર ૬૨૪ કથાઓ છે. આ સંસ્કૃત કથાકોશમાં ૫૦૦ પ્રબન્યો છે. ૧૮૬માં ૧. એઓ ધર્મઘોષ' ગચ્છના મહિચન્દ્રસૂરિના શિષ્ય થાય છે. ૨. પ્રબન્ધચન્તિામણિના બીજા પ્રકાશમાં પણ ભોજપ્રબન્ધ છે. ૩. આની એક હાથપોથી વિ. સં. ૧૫૭૪ના ફાગણ વદ ત્રીજને રવિવારે લખાયેલી છે અને એ મને મળી
છે એમ મુનિશ્રી અભયસાગરજીએ મને તા. ૬-૮-'પરના કાગળમાં લખી જણાવ્યું હતું અને એના કર્તા શુભશીલગણિ તે કોણ એમ પુછાવ્યું હતું. હવે આ કૃતિ મુનિશ્રી મૃગેન્દ્રમુનિ દ્વારા સંપાદિત થઈ ટુંક સમયમાં પ્રસિદ્ધ થનાર છે. [“સુવાસિત સાહિત્ય પ્ર.” સૂરતથી આ પ્રકાશિત છે. આનું “આમુખ હરિવલ્લભ ભાયાણીએ લખ્યું છે. ઈટાલીયન વિદ્વાન પવોલિનીએ થોડીક કથા અને બલ્લીનીએ ૫૦ કથા મૂળ અને
અનુવાદ સાથે પ્રગટ કરી છે. “હિસ્ટ્રી ઓફ ઇન્ડીઅન લિટરેચર,” વિંટરનિત્સ]. ૪. આ નામના એક મુનિએ પૂજાપંચાશિકા રચી છે. ૫. કેટલાક એમને મુનિસુન્દરસૂરિના શિષ્ય ગણે છે. ૬. આ અભિધાનચિન્તામણિને અનુસરીને રચાઈ છે. ૭. આમાં એમણે પોતાના ગુરુભાઈઓનાં નામ આપ્યાં છે. ઉદયનદિ, ચારિત્રરત્ન, રત્નશેખર, લક્ષ્મીસાગર,
વિશાલરાજ અને સોમદેવ. ૮. આનું અપર નામ કથાકોશ છે. [આ હર્ષપુષ્પા. ગ્રં, શ્રુતજ્ઞાન પ્ર.સભા અને ભદ્રંકર પ્રકાશનમાં પ્રસિદ્ધ.] ૯. જુઓ પૃ. ૨૩૨=૧૪૫ ૧૦. જુઓ પૃ. ૧૨૨-૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org