________________
૧૪૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૫ રચાયેલી નાની નાની કૃતિઓ કેટલીક લઘુ સંસ્કૃત અને પાઈય કૃતિઓ સહિત સમયસુન્દરકૃતિકુસુમાંજલિ તરીકે છપાવાઈ છે.
કથાકોશ નામની બે કૃતિ પૈકી એક કૃતિ પુરોગામીઓએ રચેલી કથાઓમાંથી કેટલીક કથાઓ ઉદ્ધત કરીને એના સંગ્રહરૂપે રચાયેલી છે. આમ આ સંકલનાત્મક રચના છે જ્યારે બીજી કૃતિ એ P ૨૩૦ સમયસુન્દરમણિએ પોતે રચેલી કથાના સંગ્રહરૂપ છે અને એમાં ૧૬૭ કથા છે. જો કે અંતમાં પ્રશસ્તિ
નથી. સમયસુન્દરગણિએ કથાકોશની જે એક હાથપોથી વિ.સં. ૧૬૯૫માં લખી છે તેમાં ૧૧૪ કથાઓ છે અને એનું પરિમાણ આશરે ૬૦૦૦ શ્લોક જેવડું છે.
આ પ્રમાણેનો ઉલ્લેખ “સમયસુન્દરકૃતિકુસુમાંજલિ”ના વક્તવ્ય (પૃ. ૨૭)માં છે. એ ઉપરથી નીચે મુજબના પ્રશ્નો હુરે છે –
પ્રથમ પ્રકારના કથાકોશમાં કેટલી કથા છે અને એમાંની કેટલી સંસ્કૃતમાં છે ? જે સંસ્કૃત કથાઓ છે તેમાં પદ્યાત્મક કથાઓનું પરિમાણ શું છે ?
બીજા પ્રકારના કથાકોશ માટે પણ આ પ્રશ્નો ઉદ્ભવે છે. વિશેષમાં જે ૧૧૪ કથાનો ઉલ્લેખ છે એ બે કથાકોશ પૈકી કયા કથાકોશની સંખ્યા દર્શાવે છે ?
નાભાકનૃપકથા (વિ. સં. ૧૪૬૪)- આ ર૯૪ શ્લોક જેવડી કથામાં નાલાક નૃપનું ચરિત્ર છે. એ દ્વારા દેવદ્રવ્યના નાશ કે દુર્બયથી મનુષ્યને થતાં દુઃખોનું વર્ણન કરાયું છે. આ કથા અચલ ગચ્છીય મેરૂતુંગસૂરિએ રચી છે. આ ઉપરાંત એમણે નિમ્નલિખિત કથાત્મક કૃતિઓ રચી છે :[નાભાકનૃપકથા હીરાલાલ હ. ઈ.સ.૧૯૦૮માં અને હર્ષપુષ્પા ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ છે.]
કામદેવચરિત્ર (વિ. સં. ૧૪૩૯), નાભિવંશકાવ્ય, યદુવંશસંભવકાવ્ય, સંભવનાથચરિત્ર અને સ્તંભનક-પાર્શ્વનાથ-પ્રબન્ય.
આ કથાત્મક કૃતિઓ ઉપરાંત મેરુ તુંગસૂરિએ વિ. સં. ૧૪૫૩માં ૧૫૭૦ શ્લોક જેવડી લઘુશતપદી રચી. એમાં ધર્મઘોષસૂરિએ વિ. સં. ૧૨૩૬માં રચેલી સવઈ (શતપદી)માંના ૪૫ વિચારોમાં સાત ઉમેર્યા છે. એમણે વિ.સં. ૧૪૫૬માં શતપદીસારોદ્ધાર કિંવા શતપદીસમુદ્ધાર રચ્યો છે. આ ઉપરાંત એમણે રસાલયની ટીકા રચી છે. જુઓ પૃ. ૧૯. ૧. આના સંગ્રાહક અને સંપાદક શ્રીઅગરચંદ નાહટા અને શ્રીભંવરલાલ નાહટા છે. એનું પ્રકાશન “નાહટા
બ્રદર્સ” તરફથી કલકત્તાથી વિ. સં. ૨૦૧૩માં કરાયું છે. ૨. એમને વિષે તેમ જ અન્ય અંચલગચ્છીય ગ્રંથકારો (કેટલાકનો મેં જૈ. સં. સા. ઈ. માં. નિર્દેશ કર્યો છે.) વિષે પાર્શ્વપ્રયોજિત “અંચલ ગચ્છ દિગ્દર્શનમાં માહિતી અપાઈ છે. આ પુસ્તક “શ્રી મુલુંડ અંચલ ગચ્છ
જૈન સમાજ” તરફથી અને ૧૯૬૮માં પ્રકાશિત કરાયું છે. ૩. આ ૭૪૮ શ્લોક જેવડી કૃતિ “હેમચન્દ્રાચાર્ય સભા” તરફથી પ્રસિદ્ધ કરાઈ છે. એમાં રચનાવર્ષ વિ.સં.
૧૪૦૯ છપાયો છે તે ભ્રાંત છે. ૪. જૈ.સા.સ.ઈ. (પૃ. ૩૪૧)માં આને “શતપદી-પ્રશ્નોત્તર-પદ્ધતિ” કહી છે આ કૃતિમાં ધર્મઘોષસૂરિના શિષ્યના મહેન્દ્રસૂરિએ કેટલાક પ્રશ્નો ઉમેરી “શતપદીપ્રશ્નોત્તરપદ્ધતિસમુદ્ધાર” વિ.સં. ૧૨૯૪માં રચી એમાં ૧૧૭ વિચારો રજૂ કર્યા છે. આનું ભાષાંતર પ્રો. રવજી દેવરાજે વિ.સં. ૧૯૫૧માં છપાવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org