________________
P ૨૧૧
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૪
સરણી– તીર્થોદ્ધારક શ્રીવિજયનેમિસૂરીના શિષ્ય વિજયામૃતસૂરિજીએ આ સમસન્માન કાવ્ય ઉપર સંસ્કૃતમાં રચેલી ટીકાનું નામ છે.
૧૩૦
સપ્તસન્માન કાવ્ય ( )– દિ. જગન્નાથે આ સમસન્માન-કાવ્ય રચ્યાનું અને એના ઉપર પુષ્પસેનની ટીકા હોવાનું શ્રી અગરચંદ નાહટાએ એમના ‘‘દિગંબર જૈન ગ્રંથકર્તા ઔર ઉનકે ગ્રંથ' નામના લેખમાં કહ્યું છે પરંતુ એ વાત સાચી છે કે કેમ તે તપાસવું બાકી રહે છે. )– આ દિ. નરેન્દ્રકીર્તિના શિષ્ય જગન્નાથ પંડિતની રચના છે. એમાં પ્રત્યેક પદ્યના ચોવીસ અર્થ થાય છે એમ શ્રી. અગરચંદ નાહટાએ એમના ઉપર્યુક્ત લેખમાં કહ્યું છે પણ એ વાત ભ્રાંત લાગે છે.
ચતુર્વિશતિસન્માન-કાવ્ય (
’પંચવિંશતિસન્માન-કાવ્ય− ( )– સોમતિલકસૂરિએ ‘“શ્રીસિદ્ધાર્થનરેન્દ્ર” થી શરૂ થતું ૧૨ પદ્યનું વીરજિનસ્તવન રચ્યું છે. એના પ્રથમ અને અંતિમ પદ્યો સિવાયના પ્રત્યેક પદ્યના પચ્ચીસ અર્થો થાય છે. ચોવીસ અર્થો ઋષભદેવ વગેરે ચોવીસ તીર્થંકરોની અને પચ્ચીસમો અર્થ કર્તાના ગુરુની સ્તુતિરૂપ છે એમ આદ્ય પદ્ય વિચારતાં જણાય છે. આનું અંતિમ પદ્ય ‘ષટ્ચક્ર’ (ષડરચક્ર) બંધ તેમ જ ‘અષ્ટ-દલકમલ' બંધથી વિભૂષિત છે. વિશેષમાં એમાં કર્તાનું નામ પણ ગૂંથાયેલું છે. અવસૂરિ– આ કાવ્ય ઉપર કોઈકની અવસૂરિ છે. એ પ્રકાશિત છે. (ઇ) ચંપૂઓ
વાગર્થસંગ્રહ-પુરાણ (લ. વિ. સં. ૧૭૦)– આ દિ. પરમેશ્વરની રચનાને કેટલાક ‘ચંપૂ’ કહે છે.
યશસ્તિલક (શકસંવત્ ૮૮૧= વિ. સ. ૧૦૧૬)– સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ‘ચંપૂ’ તરીકે ઓળખાવાય એવી કૃતિઓ કાવ્યો અને નાટકોના પગરણ મંડાયા પછી અને એને મુકાબલે ઓછી
૨. આ જૈન સાહિત્યવર્ધકસભા સૂરતથી વિ.સં. ૨૦૦૦માં પ્રકાશિત છે.
૩. મારી સમજ પ્રમાણે તો આ એક જ પદ્યની કૃતિ છે ને એના ચોવીસ અર્થ થાય છે. આથી આની નોંધ મેં આગળ ઉપર ‘અનેકાર્થી’ પદ્યમાં લીધી છે.
૪. આ બાર પદ્યોનું કાવ્ય વીરસ્તોત્ર એ નામથી અજ્ઞાતકર્તૃ અવસૂરિ સહિત જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭૬૮૧)માં છપાયું છે.
૫. જુઓ અવસૂરિ (પૃ. ૮૧) તેમ જ મારો લેખ નામે "Gujarati Illustrations of Letter-diagrams" (પૃ. ૪૯-૫૦), આ લેખ "Bulletin of the Chunilal Gandhi Vidyabhavan" (No.4) માં છપાયો છે. ૬. આ ‘જૈન સ્તોત્ર સમુચ્ચય (પૃ. ૭૬-૮૧)માં પ્રસિદ્ધ થયેલ છે.’
૭. આના પરિચય માટે જુઓ પૃ. ૫૪, ૫૮, ૬૨ અને ૬૫.
૮. આ કૃતિની દ્વિતીય આવૃત્તિ દિ. શ્રુતસાગરકૃત ચન્દ્રિકા નામની અપૂર્ણ ટીકા સહિત ત્રણ આશ્વાસ પૂરતી ‘પૂર્વખંડ’ના નામે ‘‘કાવ્યમાલા'' (૭૦)માં ઈ. સ. ૧૯૧૬માં પ્રકાશિત કરાઈ છે. [સંસ્કૃત અને હિંદી વ્યાખ્યા સાથે યશસ્તિલક “મહાવીરજૈન ગ્રંથમાળા' વારાણસીથી સં. ૧૯૬૦ અને ૧૯૭૧માં પ્રસિદ્ધ છે.] ૯. ત્રિવિક્રમ (ઇ. સ. ૯૧૫) કૃત નલ-ચંપૂ, ભોજ (ઈ. સ. ૧૦૧૮-૧૦૬૩). કૃત રામાયણ-ચંપૂ, અનન્તભટ્ટકૃત ભારત-ચંપૂ. ‘અભિનવ’કાલિદાસકૃત ભાગવત-ચંપૂ અને નીલકંઠ દીક્ષિતકૃત નીલકંઠવિજય-ચંપૂ એમ કેટલાંક ‘ચંપૂ’ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org