________________
પ્રકરણ ૨૩ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૭૪-૧૭૭]
૧૦૯
પ્રસ્તુત "શુભચન્દ્ર, પ્રભાચન્દ્ર તેમજ આશાધરે પણ સિદ્ધચક્રપૂજા રચી છે. કોઈકે સિદ્ધચક્રપૂજાજયમાલા રચી છે.
સમીરણસુતચરિત્ર કિવા શૈલરાજચરિત્ર (લ. વિ. સ. ૧૫૭૫)–દિ. બ્રહ્મ અજિતે પોતાની ? ૧૭૬ આ કૃતિને સમીરણસુતચરિત્ર તેમજ શૈલરાજચરિત્ર તરીકે પ્રશસ્તિમાં ઓલખાવી છે. એમણે વિદ્યાનન્દની આજ્ઞાથી આ કૃતિ ભરૂચમાં નેમિનાથના મંદિરમાં ૧૧ સર્ગમાં ૨૦૦૦ શ્લોક જેવડી રચી છે. એઓ દિ. દેવેન્દ્રકીર્તિના શિષ્ય થાય છે. એમના પિતાનું નામ વીરસિંહ, એમની માતાનું નામ વીધા અને એમના ગોત્રનું નામ ગોલશૃંગાર છે. એમની આ કૃતિ વિક્રમની સોળમી સદીમાં રચાઈ છે એમ ૫. જુગલકિશોરનું માનવું છે. આ કૃતિનાં પ્રારંભિક ૨૩ પદ્યો, મધ્યભાગમાંથી પ તેમજ પ્રશસ્તિમાં ૭ એમ કુલ્લે ૩૫ પદ્યો “જે. સિ. ભા.” (ભા. ૨, કિ. ૧)માં છપાયાં છે. આ કાવ્યમાં અંજના અને પવનંજયના પુત્ર ચરમશરીરી હનુમાનનું ચરિત્ર આલેખાયું છે. આ પૂર્વે તેમ ત્રિષષ્ટિ.માં પણ એનો વિસ્તારથી વિચાર કરાયો છે.
હકૂમચ્ચરિત્ર- આ નામની ચાર દિ. કૃતિઓ છે. એ પૈકી એક તો આપણે ઉપર જોઈ ગયા. બાકીની ત્રણના કર્તાનાં નામ નીચે મુજબ છે :
બ્રહ્મ 'જિનદાસ, (૨) બ્રહ્મ દયાલ અને (૩) રવિષેણ.
હીરસૌભાગ્ય (લ. વિ. સં. ૧૫૪૦-૧૬૫૬)–આ મહાકાવ્યના પ્રણેતા દેવવિમલગણિ છે.' P ૧૭૭ ૧. એમણે રચેલી સિદ્ધચક્રપૂજાની વિ. સં. ૧૫૫૪માં લખાયેલી હાથપોથી મળે છે. ૨. આને અંજના-ચરિત્ર પણ કહે છે. ૩. જુઓ “જૈ. સિ. ભા.” (ભા. ૨, કિ.૧, પૃ.૮). ૪. જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૪)માં બ્રહ્મ જિનને નામે અંજના ચરિત્ર નોંધી હનૂમચ્ચરિત્ર જોવાનો ઉલ્લેખ કરાયો છે પરંતુ હકૂમચરિત્રમાં તો આ નામ નથી. શું જિનથી જિનદાસ અભિપ્રેત છે ? [આ કૃતિ
ગુજરાતીમાં છે. જૈ. સા. બુ. ઈ. ભા. ૬, પૃ. ૧૩૯] પ. આ મહાકાવ્ય સ્વપજ્ઞ વૃત્તિ સહિત “નિર્ણયસાગર મુદ્રણાલય” તરફથી ઇ. સ. ૧૯૦૦માં પ્રકાશિત કરાયું છે. એમાં કેટલાક સ્થળે પાઠો ત્રુટિત છે અને આગમોનાં નામ વગેરેને અંગે અશુદ્ધિઓ છે. એથી આ ફરી પ્રસિદ્ધ થવું ઘટે. [આનું પુનર્મુર્ણ આ. ૐકારસૂરિ મ.ની પ્રેરણાથી કાલીન્દ્રી જૈનસંઘે કર્યું છે. આમાં ત્રુટિતશ્લોકોની પૂર્તિ અને શુદ્ધિપત્રક અપાયા છે. G.V.Tagore ની પ્રસ્તાવના પણ અપાઈ છે. પ્રાપ્તિસ્થાન ૐકારસૂરિ આ.ભવન સૂરત. સા. શ્રી સુલોચનાશ્રીના ગુજ. અનુવાદ સાથે ૩ભાગમાં પ્રગટ થયું છે.] ૬. આનો પરિચય મેં “હીરસૌભાગ્યનું રેખાદર્શન” એ નામના મારા લેખમાં આપ્યો છે. એ લેખ “જૈ. સ.
પ્ર.” (વિ. ૧૭, અં. ૭ને ૮-૯)માં બે કટકે છપાયો છે. ૭. પટ્ટાવલી-સમુચ્ચય (ભા. ૧, પૃ. ૧૩૭ ટિ.)માં મહાકાવ્ય વિ. સં. ૧૬૩૯માં શરૂ કરી વિ. સ. ૧૬૭૧માં રચ્યાનો ઉલ્લેખ છે અને એના આધાર તરીકે હીરસૌભાગ્યની પ્રશસ્તિનો ઉલ્લેખ કર્યો છે પણ પ્રશસ્તિમાં આવો નિર્દેશ ક્યાં છે ?
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org