________________
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો : પ્રકીર્ણક ચરિત્રો ઇત્યાદિ : પ્રિ. આ. ૧૪૩-૧૪૭]
૯૧
P ૧૪૬
એક વેળા કાશીનિવાસી યોગી દેવબોધ કુમારપાલની રાજધાની પાટણમાં કલિ. હેમચન્દ્રસૂરિ સાથે વાદવિવાદ કરવા આવ્યો. બંને વચ્ચે છ મહિના ચર્ચા ચાલી. અંતે રાજાએ વિવાદ જલદી પૂરો કરવા સૂરિજીને વિજ્ઞપ્તિ કરી. એ ઉપરથી હેમચન્દ્રસૂરિએ દેવબોધને કહ્યું જેનું પ્રથમ જ વચન ખોટું ઠરે તેનો પરાજય થયેલો જાણવો. સભ્યોએ કહ્યું કે જેનો પરાજય થાય તેમણે આ ગુજરાત છોડી અન્યત્ર ચાલ્યા જવું. આ શરત યાદ રાખી પેલો યોગી-સંન્યાસી સભા સમક્ષ હસતો હસતો હેમચન્દ્રસૂરિને ઉદેશીને બોલ્યો : આજના દિવસને હું ‘અમાવાસ્યા કહું . તમારી તાકાત હોય તો એનો વિપર્યય કરી બતાવો, નહિ તો શરત પ્રમાણે દેશપાર જાઓ.
સભા વિચારમાં પડી ગઈ કે અમાસ મટીને પૂનમ કેમ થાય ? યોગી તાડુક્યો : હે સૂરિ ? આજે અમાવાસ્યા ન હોય તો હું મારી જીભ કાપી નાખ્યું. મારી વાત સાચી છે કે નહિ તે તો હવે થોડી વારમાં જણાઇ આવશે. આજે અમાસ હોઈ ચન્દ્ર નહિ ઊગે એટલે મારી વાત સાચી ઠરશે.
સાંજ પડવા આવી હતી એટલે બધાં સૌ સૌને ઘેર ગયા. આ તરફ હેમચન્દ્રસૂરિએ પદ્મા દેવીની ઉપાસના શરૂ કરી. થોડી જ વારમાં એ દેવી સર્પરૂપ વાહન ઉપર આરૂઢ થઈ સૂરિજી સમક્ષ હાજર થઈ અને બોલી : કહો, શું કામ છે ? સૂરિજીએ વસ્તુસ્થિતિ કહી સંભળાવી. એ ઉપરથી એ દેવીએ સૂરિજીની સૂચના અનુસાર, ઊગતા પૂર્ણ ચન્દ્રના મંડળ જેવું અને અતિશય પ્રભાવાળું પોતાનું કુંડળ સાયંકાળે આકાશમાં લટકાવ્યું. જોતજોતામાં ચારે બાજુ દિવ્ય પ્રકાશ પ્રસરી ગયો. પર્વત કલાસ' જેવા થઈ ગયા, નદી ‘સુરનદી' જેવી શોભવા લાગી, કાગડા હંસ જેવા અને શ્યામ હાથી “ઐરાવત” જેવા શ્વેત જણાવા લાગ્યા અને સમુદ્ર “ક્ષીર સમુદ્ર બની ગયા. વિશેષ શું કહેવુ? ગુંજા (ચણોઠી) પણ જાણે મુક્તાફળ બની ગઈ.
આજે ઘોર અંધકારવાળી અમાસની રાત્રિને બદલે આ અત્યંત પ્રકાશિત ચન્દ્રનો ઉદય કેમ ? રાજા વિચારમાં પડી ગયો. એને થયું કે મારા નેત્રને ભ્રમ તો નથી થયો ? એ રાજાએ અતિચતુર અને વેગવાળા ચરોને (જાસુસોને) ચારે દિશામાં તપાસ કરવા મોકલ્યા. બાર બાર યોજન સુધી તેઓ ફરી આવ્યા પણ અંધારાનું નામ ન મળે. બધે પ્રકાશ પ્રકાશ જ જણાયો, એ ચરોએ રાજાને વાત કરી. એ દરમ્યાનમાં પેલો યોગી તો ક્યારનો પલાયન કરી ગયો હતો.
જિનમંડનગણિએ વિ. સં. ૧૪૯૨માં રચેલા કુમારપાલપ્રબન્ધ (પત્ર ૧૧૧આ-૧૧૨અ)માં વૃત્તાન્ત અન્ય પ્રકારે આલેખ્યો છે. એમાં એમણે કહ્યું છે કે એક વેળા ધર્મદેશના સાંભળી રાજાએ (કુમારપાલે) ગુરુને (હેમચન્દ્રસૂરિને) નમન કરીને પૂછ્યું. આજે કઈ તિથિ છે ? ગુરુ એ દિવસે અમાવાસ્યા હોવા છતાં ‘પૂર્ણિમા છે' એવું એકાએક બોલી ઊઠ્યા. એ વખતે બહારથી મિત્ર જેવા અને અંદરથી શત્રુ જેવા દેવબોધિએ મશ્કરીમાં કહ્યુંઅહો, કલિકાસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ આજે પૂર્ણિમા કહે છે તો લોકોના ભાગ્યને લીધે આજે પૂર્ણિમા જ થશે. એ સાંભળી ગુરુએ કહ્યું તમારું આ વચન સાચું ઠરો. દેવબોધિએ કહ્યું એની શી પ્રતીતિ ? ગુરુએ કહ્યું અહો તમારી શી ચતુરાઇ છે ? ચન્દ્રનો ઉદય એ જ પ્રતીતિ છે. એ સાંભળી સર્વે જનો વિસ્મય પામ્યા અને કહેવા લાગ્યા કે શું આમ પણ બનશે ? એ ઉપરથી રાજા દેવબોધિ તેમ જ ૭૨ સામંતો સહિત રાજસભામાં આવ્યો અને ચન્દ્રનો ઉદય ક્યાં
૧૪૭
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org