________________
P ૧૨૯
પ્રકરણ ૨૨ : શ્રવ્ય કાવ્યો () બૃહત્ પદ્યાત્મક ગ્રન્થો પ્રકીર્ણક ચરિત્રો,
પ્રબન્યો અને સ્થાઓ (ચાલુ) "અભયકુમાર-ચરિત્ર (વિ.સં. ૧૩૧૨)-આના કર્તા ખરતર' ગચ્છના જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ચન્દ્રતિલક છે. એમણે આ ૯૦૩૬ શ્લોક જેવડું ચરિત્ર ૧૨ સર્ગમાં રચ્યું છે. એનો પ્રારંભ એમણે ‘વામ્ભટ્ટમેરુ’ (બાડમેરુ)માં કર્યો હતો અને એની પૂર્ણાહૂતિ વિસલદેવના રાજ્યમાં વિ. સં. ૧૩૧૨માં દીપોત્સવીને દિવસે ‘ખંભાત'માં કરી હતી. આ ચરિત્રનું સંશોધન એમના બે ગુરુભાઈઓએઅભયતિલકે અને લક્ષ્મીતિલકે કર્યું હતું.
વિદ્યાભ્યાસ ચન્દ્રતિલકે આ ચરિત્રના અંતમાં પ્રશસ્તિ દ્વારા પોતાના વિદ્યાગુરુઓનો પરિચય
આપતાં કહ્યું છે કે નેમિચન્દ્રમણિએ મને સામાયિક શ્રુતાદિ ભણાવી પાળ્યો, સિદ્ધસેન મુનિએ પ્રભાણિ'? P ૧૩૦ શિખવ્યાં, જિનચન્દ્રસૂરિના મોટા શિષ્ય અને વાચનાચાર્ય ગુણભદ્રસૂરિએ “પંચિકા' ભણાવી, સૂરપ્રત્યે
વિદ્યાનન્દ (વ્યાકરણ) ભણાવ્યું, ઐવિદ્ય જેવા વિજયદેવસૂરિએ પ્રમાણ-સાહિત્ય શિખવ્યું અને ઉપાધ્યાય જિનપાલે નન્દી વગેરે આગમોની વાચના આપી.
આ પ્રમાણે બહુશ્રુત બનેલા ચન્દ્રતિલકે પ્રસ્તુત ચરિત્ર દ્વારા નરેશ્વર શ્રેણિક અને નન્દાના પુત્ર અને આગળ જતાં એ શ્રેણિકના મંત્રીશ્વર બનેલા અને અંતમાં મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધેલા બુદ્ધિનિધાન અભયકુમારનું ચરિત્ર રચ્યું છે. એ ઉપરથી આપણને અભયકુમારના બુદ્ધિવૈભવનાં ૧. આ ચરિત્ર હીરાલાલ હંસરાજ તરફથી ગ્રંથકારની તેમ જ કવિ કુમારે ગ્રંથલેખન પરત્વે રચેલી પ્રશસ્તિ
સહિત ઇ.સ. ૧૯૧૦માં પ્રસિદ્ધ કરાયું છે. વળી “જૈ.આ.સ.” તરફથી પણ આ ચરિત્ર બે ભાગમાં ઈ. સ. ૧૯૧૭માં પ્રકાશિત થયું છે. જેસલમેરના ભંડારમાં આ ચરિત્રની તાડપત્રીય પ્રતો છે. આ ચરિત્રનું મોતીલાલ ઓધવજીએ કરેલું ગુજરાતી ભાષાંતર “નગીનભાઈ મંછુભાઈ જૈન સાહિત્યોદ્ધાર ફંડ” તરફથી ત્રણ ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૨૬, ૧૯૨૭ અને ૧૯૩૦માં પ્રકાશિત કરાયું છે. પ્રત્યેક ભાગમાં સર્ગદીઠ વિષયોની અનુક્રમણિકા અપાઈ છે. એથી આ કાવ્યમાં કઈ કઈ બાબત આવે છે તે સહેલાઈથી જાણી શકાય છે. ઉપર્યુક્ત બે પ્રશસ્તિમાંથી એકેનું ભાષાંતર અહીં અપાયું નથી. [હર્ષપુષ્યામૃતમ્ર. ૧૦૬માં પ્રસિદ્ધ થયું છે.] ૨. એમના ગુરુભાઈઓનાં નામ માટે જુઓ આ જ પૃષ્ઠ. ૩. હીરાલાલ હંસરાજની આવૃત્તિમાં “વૃદ્ધિમમ પ્રભાવિત "એવો પાઠ છે. જુઓ શ્લો. ૨૮. ૪. એઓ જિનપતિસૂરિના શિષ્ય થાય છે, એમણે સ્તંભતીર્થમાં દિ. વાદી યમદંડને હરાવ્યા હતા. વિશેષમાં
એ સૂરખભે બ્રહ્મકલ્પ કવિતામાં રચ્યો હતો. જુઓ ઉપર્યુક્ત પ્રશસ્તિ. ૫. જુઓ જૈ.સં.સા.ઈ. (ખંડ ૧, પૃ. ૪૧-૪૨) ૬. જુઓ જૈ. સા. સં. ઈ. (પૃ. ૪૧૧) ૭. પ્રત્યેક નૂતન વર્ષે કેટલાયે વેપારીઓ પોતાના ચોપડામાં ‘અભયકુમાર મંત્રીશ્વરની બુદ્ધિ હોજો' એમ લખે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org