________________
પ૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૧
| P ૯૪
P ૯૫
'જિનદત્ત-ચરિત્ર (લ. વિ. સં. ૯૯૦)-આના કર્તા દિ. ગુણભદ્ર છે. શું ઉત્તરપુરાણના પ્રણેતા દિ. આચાર્ય ગુણભદ્ર તે જ આ છે? આ ચરિત્રરૂપ “ખંડ-કાવ્ય” નવ સર્ગમાં રચાયું છે. જિ.ર.કો. (વિ. ૧, પૃ. ૧૩૫)માં આ ચરિત્રનો જિનદત્તકથાસમુચ્ચય તરીકે પણ ઉલ્લેખ કરાયો છે.
સમાનનામક કૃતિઓ–“પૉર્ણમિક” ગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય ગુણસમુદ્રસૂરિએ ગદ્યમાં ૧૬૩૭ શ્લોક જેવડી જિનદત્ત-કથા વિ. સં. ૧૪૭૪માં રચી છે. વળી સુમતિસૂરિએ તેમ જ અન્ય કોઈએ પણ આ નામની એકેક કૃતિ રચી છે.
મણિપતિચરિત્ર' (વિ. સં. ૧૮૦૫)–આના કર્તા “ચન્દ્ર’ ગચ્છના જંબૂ કિંવા જંબૂનાગ છે. એમણે વિદ્વાનોની સભામાં ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. એમણે 'જિનશતક તેમજ “ચન્દ્રદૂત એ બે કાવ્યો રચ્યાં છે. એમણે આ મુનિપતિચરિત્ર વિ. સં. ૧૦૦૫માં રચ્યું છે. અને કેટલાક મણિપતિચરિત્ર પણ કહે છે.
સમાનનામક કૃતિઓ-ધર્મવિજયે ગદ્યમાં મુનિપતિચરિત્ર રચ્યું છે જ્યારે હરિભદ્રસૂરિએ જ. મ.માં વિ. સં. ૧૧૭૪માં મુણિવઇચરિય રચ્યું છે.
બુદ્ધિસાગરીય કાવ્ય (વિ. સં. ૧૦૬૫)–બુદ્ધિસાગરસૂરિએ કોઈ કાવ્ય રચ્યું હતું એમ વર્ધમાનસૂરિએ વિ. સં. ૧૧૪૦માં રચેલા મનોરમા-ચરિયની પ્રશસ્તિ જોતાં જણાય છે. એ સંસ્કૃતમાં હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ગમે તેમ પણ આજે તો એમનું આ કાવ્ય હજી સુધી તો મળી આવ્યું નથી. ૧. આ, મા. દિ. જે. ઝં,માં ગ્રંથાંક ૭ તરીકે વિ. સં. ૧૯૭૩માં છપાવાયું છે. [આનો હિન્દી અનુ. કલકત્તાથી
પ્રસિદ્ધ.. ૨. આ કૃતિ પ્રસ્તાવના સહિત “હેમચન્દ્ર ગ્રન્થમાલા”માં અમદાવાદથી પ્રસિદ્ધ કરાઈ છે. જુઓ જૈ. સા. સં.
ઈ. (પૃ. ૯૧૨). [આનુ ગુજ. ભાષાંતર હર્ષપુષ્યામૃત ગ્રં. ૭૩માં પ્રસિદ્ધ છે.] ૩. જિ. ૨. કો. (વિ. ૧ના પૃ. ૩00)-માં આનો મણિપતિચરિત્ર તરીકે અને પૃ. ૩૧૧માં મુનિપતિચરિત્ર
તરીકે ઉલ્લેખ છે. [જિ. ૨. કો.માં કર્તાનું નામ નયનન્દિસૂરિ અને ગ્રં. ૬૨૫ હોવાનું પણ જણાવ્યું છે.] ૪. આ “કાવ્યમાલા”, (ગુ.૭)માં છપાયું છે. એની ચોથી આવૃત્તિ ઈ.સ. ૧૯૨૬માં પ્રસિદ્ધ કરાઈ છે. ૫. જેસલ. સૂચી (પૃ. ૮૦)માં આની નોંધ છે. કેટલાક આ ૨૩ પદ્યના કાવ્યને ઇન્દ્રદૂત પણ કહે છે કે જે
નામનું કાવ્ય વિનયવિજયગણિએ રચ્યું છે. ૬. આના ઉપર કોઈકની અવચૂરિ છે. ૭. આ નામ મેં યોજ્યું છે. ૮. આ પધાત્મક હશે એમ માની મેં એની અહીં નોંધ લીધી છે. ૯. એમના સંક્ષિપ્ત પરિચય તેમ જ એમના કૃતિકલાપની માહિતી માટે જુઓ જૈ. સં. સા. ઈ. (ખંડ ૧, પૃ.
૩૦-૩૪, ૧૧૧-૧૧૫ અને ૧૪૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org