________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૮૭-૯૦]
બૌદ્ધ સાધુઓની દિનચર્યા રજૂ કરતા ચૌદમાં સર્ગનું સ્મરણ કરાવે છે. વરાંગચરિતના સ. ૪ના શ્લો. ૨-૯, ૧૧, ૧૫-૨૩, ૨૪-૩૮, ૩૯-૪૧, ૪૨, ૪૩-૪૪, ૪૯-૫૬, ૫૭-૫૮, ૬૨-૬૫ અને ૯૧૧૦૩ એ ત. સૂ. નાં અ. ૮, સૂ. ૩-૬, અ. ૧, સૂ. ૧૫, અ. ૧, સૂ. ૨૧-૨૩, અ.૧, સૂ. ૨૯, અ. ૮ સૂ. ૭-૧૩, અ. ૮ સૂ. ૧૪-૨૦, અ. ૮ સૂ. ૧ અ. ૧, અ. ૬, સૂ. ૧૦, અ. ૮, સૂ. ૭ અ. ૬, સૂ. ૧૧-૧૨, અ. ૬, સૂ. ૧૩-૧૪ અને અ. ૬, સૂ. ૧૫-૨૭ સાથે ઘણું સામ્ય ધરાવે છે.
૨૬મા સર્ગના શ્લો. ૫૨, ૫૩, ૫૪-૫૫, ૫૭-૫૮, ૬૦, ૬૧-૬૩, ૬૪-૬૫, ૬૯, ૭૦-૭૧ અને ૭૨ એ સમ્મઈપયરણના પ્રથમ કાંડની ગાથા ૬, ૯, ૧૧-૧૨, ૧૭-૧૮, ૨૧-૨૨-૨૫ અને ૫૧-૫૨ સાથે અને ત્રીજા કાંડની ગાથા ૪૭, ૫૪-૫૫ અને ૫૩ સાથે સામ્ય ધરાવે છે. આ ઉપરથી જટાસિંહનન્દિએ સિદ્ધસેન દિવાકરના સમ્મઇપયરણનો લાભ લીધો હશે એમ જણાય છે.
સ. ૨૬ના શ્લો. ૮૨-૮૩ સ્વયંભૂસ્તોત્ર (શ્લો. ૧૦૨-૧૦૩)ને મળતા આવે છે. આ સર્ગનો શ્લો. ૯૯ આવસ્ટયની નિજ્જુત્તિની ગા. ૨૨નું સ્મરણ કરાવે છે.
વરાંગ-ચરિત (લ. વિ. સ. ૧૩૬૦)–આના કર્તા ‘મૂલ’ સંઘ, ‘બલાત્કાર’ ગણ અને ‘ભારતી’ ગચ્છના ભટ્ટારક દિ. વર્ધમાન છે. ‘પર-વાદિ-દન્તિ-પંચાનન' એવું એમનું બિરુદ હતું. ન્યાયદીપિકાના કર્તા ધર્મભૂષણના આ ગુરુ થતા હશે અને એમ હોય તો એ વિક્રમની ચૌદમી સદીના અંતમાં થયેલા ગણાય. જો એ ‘હુંચ’ શિલાલેખના કર્તા હોય તો એઓ વિ. સં. ૧૫૮૬ની આસપાસના ગણાય. આવી P ૯૦ પરિસ્થિતિમાં એમની ઉપર્યુક્ત કૃતિ. ઇ.સ. ૧૩મી સદીની પૂર્વેની સંભવે નહિ.
૫૫
આ તેર સર્ગનું વરાંગ-ચરિત તે જટાસિંહનન્દિના વરાંગ-ચરિત સાથે શબ્દરચના તેમ જ કથાગત બનાવોના ક્રમની બાબતમાં મળતું આવે છે. આથી એમ અનુમનાય છે કે વર્ધમાને આના સારરૂપે પોતાની આ કૃતિ રચી હશે. [મરાઠી અનુવાદ સાથે આ સોલાપુરથી ૧૯૨૭માં પ્રસિદ્ધ છે.] વિ. સં. ૧૭૦૦ની આસપાસમાં થયેલાં પં. ધણિએ કન્નડમાં એક વરાંગ-ચરિત રચ્યું છે તે આ વર્ધમાનકૃત વરાંગ-ચરિતને આધારે યોજાયું હોય એમ લાગે છે.
લાલચન્દ્રે જે વરાંગચરિત ૧૩ સર્ગમાં હિંદીમાં વિ. સં. ૧૮૧૮માં રચ્યું છે એ ઉપર્યુક્ત વર્ધમાનકૃત વરાંગ-ચરિતનું હિંદી પદ્યાત્મક રૂપાંતર હોવાનું મનાય છે.
વરાંગનૃપચરિત્ર-આના કર્તા જ્ઞાનભૂષણ છે એમ જિ. ૨. કો. (વિ.૧, પૃ.૩૪૨)માં ઉલ્લેખ છે. `શાન્ત-કાવ્ય (ઉ. વિ. સં ૭૫૦)–જિનસેન બીજાએ વિ. સં. ૮૪૦માં રચેલા હરિવંશપુરાણ (શ્લો. ૩૬)માં શાન્ત નામના કોઈક જૈન ગ્રંથકારની ‘ઉત્પ્રેક્ષા’ અલંકારથી યુક્ત વક્રોક્તિઓની પ્રશંસા કરી છે તો એ વક્રોક્તિથી પરિપૂર્ણ કોઈ કાવ્ય આ શાન્તનું હોવું જોઈએ. ‘શાન્ત'થી શાન્તિષેણ અભિપ્રેત હશે.
૧. જુઓ ઉપર્યુક્ત અંગ્રેજી પ્રસ્તાવના (પૃ. ૩૧).
૨. એજન, પૃ. ૨૧
૪. એજન, પૃ. ૨૦
Jain Education International
૩. એજન, પૃ. ૨૦
૫. આ નામ મેં યોજ્યું છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org