________________
પ્રકરણ ૨૧ : શ્રવ્ય કાવ્યો : પુરાણો ઃ [પ્ર. આ. ૮૩-૮૬]
બંનેના નામ તો સૌથી પ્રથમ દાક્ષિણ્યચિહ્નસૂરિએ વિ. સં. ૮૩૫માં રચેલી કુવલયમાલામાં જોવાય છે. આ ઉપરથી એ ફલિત થાય છે કે આ વરાંગચરિત વિ. સં. ૭૫૦ની આસપાસમાં રચાયું હશે. રવિષેણના પદ્મપુરાણ કરતાં પહેલાં એ રચાયું છે કે કેમ તેનો નિર્ણય કરવો બાકી રહે છે, આ જટાસિંહનન્દિની બીજી પણ કોઈ કૃતિ હશે અને એ જૈન સિદ્ધાન્તના નિરૂપણરૂપે હશે એમ યોગીન્દ્રકૃત મનાતી અમૃતાશીતિમાંના એક અવતરણનો આ વરાંગચિરતમાં અભાવ જોઈ
અનુમનાય છે.
પરિમાણ-વ્યાકરણવિષયક વિવિધ વિલક્ષણતાઓથી અંકિત અને કેટલાક અપ્રચલિત શબ્દોથી સમૃદ્ધ આ ચરિતમાં એકત્રીસ સર્ગ (જો કે સામાન્ય રીતે ત્રીસથી અધિક ન જોઈએ) છે. એનાં પદ્યોની સંખ્યા અનુક્રમે નીચે મુજબ છેઃ
૫૩
૭૦, ૯૫, ૬૩, ૧૧૪, ૧૧૦, ૫૫, ૬૭, ૬૯, ૬૨, ૬૪, ૮૭, ૮૮, ૮૯, ૯૮, ૧૪૬, ૧૧૧, ૮૬, ૧૩૦, ૮૧, ૯૧, ૮૦, ૭૯, ૧૦૭, ૭૭, ૯૮, ૧૦૭, ૯૪, ૧૦૮, ૯૯, ૭૫, અને ૧૧૫. આમ આમાં એકંદર ૨૮૧૫ પદ્યો છે.
વિષય—વરાંગચરિતમાં વરાંગનો જીવનવૃત્તાંત આલેખાયો છે. વરાંગ એ ‘ઉત્તમપુર’ના રાજાધર્મસેન અને એની પત્ની ગુણવતીના પુત્ર થાય છે. એમનાં લગ્ન દસ કન્યા સાથે કરાયાં હતાં. અરિષ્ટનેમિના મુખ્ય શિષ્ય વરદત્તની પાસે આ વરાંગે અણુવ્રતો ગ્રહણ કર્યાં હતાં. ધર્મસેને આ વરાંગને યુવરાજ બનાવ્યા તેથી એમની અપર માતા મૃગસેના અને એનો પુત્ર સુષેણ ઈર્ષ્યા કરવા P ૮૬ લાગ્યાં. સુબુદ્ધિ મંત્રી આ બેનો અંદ૨થી પક્ષપાતી બન્યો, જો કે બહારથી તો એ સ્વામિભક્ત રહ્યો. એક વેળા એણે બે ઘોડા કેળવ્યા અને આગળ ઉપર વિપરીત શિક્ષણ અપાયેલા ઘોડા ઉપર વરાંગને બેસવાનો પ્રસંગ ઊભો કર્યો. એ ઘોડો વરાંગને ગાઢ જંગલમાં લઈ ગયો. ત્યાં એમને વિવિધ સંકટોનો સામનો કરવો પડ્યો. ત્યાંથી એઓ એક સાર્થવાહની સાથે ‘લલિતપુર' ગયા અને ‘કશ્ચિદ્ભટ’ એવું પોતાનું નામ જાહેર કરી ત્યાં રહ્યાં. તેવામાં ‘મથુરા'ના રાજાએ એ ‘લલિતપુર’ના રાજા ઉપર ચઢાઈ કરી. વરાંગે એ રાજાને મારી હઠાવ્યો. એથી રાજી થઈ ‘લલિતપુર’ના રાજાએ એમને પોતાની કન્યા પરણાવી અને એમને અડધું રાજ્ય આપ્યું.
વરાંગના પિતા ધર્મસેનનું રાજ્ય લઈ લેવા માટે બકુલેશ્વરે ચઢાઈ કરી ત્યારે ધર્મસેને લલિતપુરના રાજાની મદદ માંગી. એ સમયનો વરાંગે લાભ લઈ એ રાજાને હરાવ્યો. પછી એ ધર્મસેનને મળ્યા. એથી એ તેમ જ વરાંગની માતા તેમ જ એમની પત્નીઓ આનંદિત થઈ.
ધર્મસેનની અનુજ્ઞા લઈ વરાંગે નવું સામ્રાજ્ય સ્થાપ્યું અને આનર્તપુરને રાજધાની બનાવી. એક વેળા આકાશમાંથી એક તારાને પડતો જોઈ એમને વૈરાગ્ય ઉદ્ભવ્યો. પોતાના પુત્ર સુગાત્રને ગાદી સોંપી એમણે વરદત્ત મુનિવર પાસે દીક્ષા લીધી અને અંતમાં એઓ મોક્ષે ગયા.
ધર્મ-કથા—વરાંગચરિતના પ્રત્યેક સર્ગની પુષ્પિકામાં એને ધર્મ-કથા’ કહી છે. એ ધર્મ વગેરે ચારે પુરુષાર્થના નિરૂપણરૂપ છે. નગર, ઋતુઓ, પ્રણયોત્સવ, લગ્ન, ક્રીડા, યુદ્ધ ઈત્યાદિનાં વર્ણનો આ
ચિરતમાં જોવાય છે. એ હિસાબે એ ‘મહાકાવ્ય’ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org