________________
૩૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
P ૬૧
દિ. કવિ અસગ છે. આ મહાવીર–પુરાણ ૧૮ સર્ગમાં રચાયેલું છે. એની એક હાથપોથીની પ્રશસ્તિમાં ' આ અસગે વિ. સં. ૯૧૦માં રચેલી આઠ કૃતિઓનાં નામ છે.
ઉલ્લેખ-ધવલે રચેલા હરિવંસ-પુરાણમાં આ અસગકૃત મહાવીરપુરાણ વિષે ઉલ્લેખ છે."
મરાઠી અનુવાદ–આ મહાવીરપુરાણનો મરાઠી અનુવાદ કરાયો છે અને એ [સોલાપુરથી ઇ.સ. ૧૯૩૧માં] છપાવાયો છે, જુઓ આ જ પૃષ્ઠ.
વિક્રમની પંદરમી સદીમાં સકલકીર્તિએ મહાવીર–પુરાણ રચ્યું છે.
આદિપુરાણ (વિ. સં. ૯00) અને ઉત્તરપુરાણ (વિ. સં. ૯૫૫) – આદિપુરાણનો પ્રારંભ દિ. જિનસેન પહેલાએ મહાપુરાણના પ્રારંભિક ભાગ તરીકે કર્યો છે. એઓ “સેન” સંઘના વીરસેનના શિષ્ય અને આર્યનદિના પ્રશિષ્ય થાય છે. એમણે પોતાના ગુરુ વીરસેને શરૂ કરેલી જયધવલા નામની ટીકા શકસંવત્ ૭૫૯ માં પૂર્ણ કરી હતી. વળી એમણે પાર્થાલ્યુદયકાવ્ય પણ રચ્યું છે. જયધવલા પૂર્ણ કર્યા પછી મહાપુરાણની શરૂઆત કરાઈ હશે. એમનો સ્વર્ગવાસ શકસંવત ૭૬પના અરસામાં લગભગ ૯૦ વર્ષની ઉંમરે થયો હશે. આ જિનસેને આદિપુરાણનાં ૪૨ પર્વ અને ૪૩માનાં ત્રણ ‘પદ્યો રચ્યાં ત્યાર બાદ એની ચૂલિકા તરીકે પર્વ ૪૩–૪૭ એમના શિષ્ય દિ. આચાર્ય ગુણભદ્ર રચ્યાં છે. આ ગુણભદ્ર પોતાનો નિર્દેશ દશરથ તેમ જ જિનસેનના શિષ્ય તરીકે કર્યો છે.
આ પુરાણનો પ્રારંભ મંગલાચરણથી કરાયો છે. ત્યાર બાદ ગ્રન્થકારે પોતાની લઘુતા દર્શાવી પુરોગામી કવિઓનું ગુણોત્કીર્તન કરી કવિ, કવિતા અને મહાકાવ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે.
ઉલ્લેખ–આ આદિપુરાણ (૨લો. ૩૧-૬૦)માં સોળ વિદ્વાનો અને એ પૈકી ત્રણ ગ્રંથો વિષે ઉલ્લેખ છે :
૧. જુઓ “Allahabad University studies" (Vol. I, pp. 167–168) તેમ જ “જૈન હિતૈષી” (વ.
૧૫. પૃ. ૩૩૬ ઈ.) ૨-૩. આ બંને પુરાણો “સ્યાદ્વાદ-ગ્રંથ-માલા'માં ઈન્દોરથી વિ. સં. ૧૯૭૨–૧૯૭૫માં છપાયાં છે. પ્રો.
યાકોબીને અંગેના Festgabeમાં ગ્લાસેનપે આ મહાપુરાણની analysis (વિષયસૂચી) આપી છે. “ભારતીય જ્ઞાનપીઠ” તરફથી આદિપુરાણ અને ઉત્તરપુરાણરૂપ આ મહાપુરાણ બે ભાગમાં હિંદી ભાષાનુવાદ, શ્લોકોની અકારાદિ સૂચી તેમ જ પ્રસ્તાવના સહિત એક જ વર્ષમાં ઈ. સ. ૧૯૫૧માં પ્રસિદ્ધ કરાયું છે. એમાં પાઠાંતરો અપાયાં છે. પ્રથમ ભાગમાં ૨૫ પર્વ છે અને હિંદીમાં એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા
છે. બીજા ભાગમાં પર્વ ૨૬-૪૭ છે. ૪. આ બંને પુરાણોને અને કેટલાકને મતે કેવળ ઉત્તરપુરાણને ત્રિષષ્ટિલક્ષણ-મહાપુરાણસંગ્રહ કહે છે.” ૫. હરિવંશપુરાણના કર્તા જિનસેનની અપેક્ષાએ એમનો “જિનસેન પહેલા' તરીકે નિર્દેશ કરાય છે. ૬. કેટલાક વર્ધમાનપુરાણને પણ ગણાવે છે પણ એ તો ઉત્તર પુરાણનો ભાગ છે એમ જિ. ૨. કો. (વિ.
૧. . ૩૪૩)માં કહ્યું છે. ૭. જુઓ જૈ. સા. ઈ. (પૃ. ૫૧૨) ૮. એમણે બધાં મળીને ૧૦૩૮૦ પદ્યો રચ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org