________________
P ૫૭
P ૫૮
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૦
હરિવંશપુરાણ (સર્ગ ૩૯, શ્લો. ૧-૫૧, પૃ. ૪૫૮-૪૬૧)માં એમ કહે છે કે આગળ ઉ૫૨ યશોદાની એ પુત્રી જૈન સાધ્વી બને છે અને સદ્ગતિ પામે છે પરંતુ એની આંગળીના લોહીથી ભરેલા ત્રણ કટકાને લઈને એ ત્રિશૂલ ધારણ કરનારી કાલી તરીકે ‘વિન્ધ્યાચલ’માં પ્રતિષ્ઠા પામે છે. એની સમક્ષ જે ભેંસોનો વધ કરાય છે તેને અંગે જિનસેને કડક પ્રહાર કર્યા છે.
૩૬
(૪) કૃષ્ણને મારવા માટે મોકલેલા અસુરોને મોટે ભાગે કૃષ્ણ અને કોઈકને બલભદ્ર મારી નાંખે છે એમ ભાગવત (સ્કંધ ૧૦, અ૦ ૫-૮, પૃ. ૮૧૪)માં ઉલ્લેખ છે જ્યારે જિનસેનના આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૩૫–૫૦, પૃ. ૩૬૬-૩૬૭) પ્રમાણે એ અસુરો તે કંસે પૂર્વ જન્મમાં સાધેલી દેવીઓ છે અને એને કૃષ્ણ મારી ન નાંખતાં એનો પરાજય કરી એને નસાડી મૂકે છે.
(૫) ભાગવત (સ્કંધ ૧, અ. ૩, શ્લો. ૧-૨૪, પૃ. ૧૦–૧૧) પ્રમાણે નૃસિંહ એ વિષ્ણુનો એક અવતાર છે. કૃષ્ણ અને બલદેવ એ બંને વિષ્ણુના અંશ છે અને એથી તો એ બંને સદા મુક્ત છે અને વિષ્ણુના ધામ–સ્વર્ગમાં વિદ્યમાન છે. આ હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૧-૫૫, પૃ. ૬૧૮-૬૨૫) પ્રમાણે બલભદ્ર એ નૃસિંહ છે અને કૃષ્ણ આગળ ઉપર તીર્થંકર થનાર છે પરંતુ યુદ્ધ કર્યું હોવાથી એના ફળરૂપે અત્યારે તો એઓ નરકમાં છે. જ્યારે બલભદ્રે જૈન દીક્ષા લીધી હોવાથી એઓ સ્વર્ગમાં ઉત્પન્ન થયા છે.
વિશેષમાં આ પુરાણમાં કૃષ્ણ અને બલભદ્રની સાર્વત્રિક પૂજા કેમ થઈ એ બાબત વર્ણવાઈ છે. એની અંગેની યુક્તિ કૃષ્ણે નરકમાં રહેતાં રહેતાં બલભદ્રને બતાવી હતી એમ અહીં કહ્યું છે. (૬) હરિવંશપુરાણ (સર્ગ ૫૪, શ્લો. ૧૨-૨૫) પ્રમાણે દ્રૌપદીને એક જ પતિ હતો અને તે અર્જુન. નાયાધમ્મકહા (અ. ૧૬) પ્રમાણે તો દ્રૌપદીને પાંચે પાંડવો એના પતિ હતા. મહાભારત પ્રમાણે પણ દ્રૌપદીને પાંચ પતિ હતા.
(૭) હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૬૫-૬૬, પૃ. ૩૬૯) પ્રમાણે કૃષ્ણ રાસ રમે છે અને ગોપીઓ સાથે ક્રીડા કરે છે પરંતુ એ તેમના હાવભાવમાં મુગ્ધ ન બનતાં અલિપ્ત બ્રહ્મચારી રહે છે જ્યારે પદ્મપુરાણ (અ. ૨૪૫, શ્લો. ૧૭૫–૧૭૬, પૃ. ૮૮૯–૮૯૦) મુજબ તો કૃષ્ણ ગોપીઓને ભોગવે છે.
1.
(૮) હરિવંશપુરાણ (સર્ગ ૩૫, શ્લો. ૪૮-૫૦, રૃ, ૩૬૭) પ્રમાણે કૃષ્ણે કંસે મોકલેલી દેવીએ કરેલા ઉપદ્રવને દૂર કરવા ‘ગોવર્ધન’ પર્વત ઊંચક્યો હતો, નહિ કે ઇન્દ્રે કરેલા ઉપદ્રવને શાન્ત
કરવા.
નેમિનાથનો જન્મ ‘હરિ' વંશમાં થયો છે. એથી એમનું તેમ જ આ વંશમાં થયેલા અન્ય મહાપુરુષોનું ચરિત્ર આ હરિવંશપુરાણમાં આલેખાયું છે અને તેમ કરવામાં કવિ પરમેશ્વર ઉર્ફે પરમેષ્ઠીનું વાગર્થસંગ્રહ નામનું પુરાણ કામમાં લેવાયું હશે એમ અનુમનાય છે. સાથે સાથે ગૌણ રૂપે બાકીના ૧. હૈમ ત્રિષષ્ટિ. (પર્વ ૮, સર્ગ ૫, શ્લો. ૧૧૩–૧૨૪) પ્રમાણે આ અસુરો તો કંસે પાળેલાં ઉન્મત્ત પ્રાણીઓ છે અને કૃષ્ણ એને કોમળ હાથે હરાવી નસાડી મૂકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org